યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, ઓફિસમાં કામ કરતા યુવકના નામે રિકવેસ્ટ મોકલી, શરૂ કરી બિભત્સ હરકત

યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, ઓફિસમાં કામ કરતા યુવકના નામે રિકવેસ્ટ મોકલી, શરૂ કરી બિભત્સ હરકત
પ્રતિકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા મારફતે યુવતીને પરેશાન કરવી, એક તરફી પ્રેમનો બદલો કે સામાજિક બદલો લેવા માટે હવે લોકો સોશ્યલ મીડિયાના પ્લેટ ફોર્મનો ઉપયોગ કરી રહ્યા

  • Share this:
અમદાવાદ: હાઈ ટેક યુગમાં ટેકનોલોજીનો વ્યાપ વધતા સોશ્યલ મીડિયાનો પણ લોકો મનફાવે તેમ ઉપયોગ કરતા થયા છે. સોશ્યલ મીડિયા મારફતે યુવતીને પરેશાન કરવી, એક તરફી પ્રેમનો બદલો કે સામાજિક બદલો લેવા માટે હવે લોકો સોશ્યલ મીડિયાના પ્લેટ ફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારના અસંખ્ય બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના સાયબર ક્રાઇમમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતીને તેની જ ઓફિસમાં કામ કરતા યુવકના નામે રિકવેસ્ટ આવતા તેણે સ્વીકારી હતી. જો કે બાદમાં આ યુવકે યુવતીને બીભત્સ ફોટો અને મેસેજ મોકલતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે કે, પોતે છેલ્લા ત્રણ વર્ષથી ઈન્સ્ટાગ્રામ પર આઈડી ધરાવે છે. જોકે છ માસ પહેલા નરેશ પરમાર નામના આઈડી ધારકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ ફરિયાદી યુવતીએ સ્વીકારી હતી. બાદમાં આ આઈડી ધારકે યુવતીને બીભત્સ મેસેજ અને ફોટો મોકલવાનું શરૂ કર્યું હતું. જેથી તેણે તેની સાથે આજ નામથી નોકરી કરતા યુવકને આ બાબતની જાણ કરી હતી.અમદાવાદ : બપોરે પાર્લરમાંથી પત્ની મોડી રાત્રે ઘરે આવી, પત્નીનો મોબાઈલ ચેક કરતા પતિ હચમચ્યો

અમદાવાદ : બપોરે પાર્લરમાંથી પત્ની મોડી રાત્રે ઘરે આવી, પત્નીનો મોબાઈલ ચેક કરતા પતિ હચમચ્યો

જેમાં જાણવા મળ્યું હતું કે, આ યુવકે આવા કોઈ મેસેજ કે ફોટો મોકલ્યા નથી, અને તેના નામનું ફેક એકાઉન્ટ બીજા કોઈએ બનાવ્યું હોવાનુ જાણવા મળ્યુ હતું. જેથી યુવતીએ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી, અને ત્યારબાદ પોલીસ ફરિયાદ આપતા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ : પત્ની પર નજર રાખવા પતિએ લગાવ્યા ઘરમાં જ CCTV, પતિ પત્નીનો વિચિત્ર કિસ્સો

અમદાવાદ : પત્ની પર નજર રાખવા પતિએ લગાવ્યા ઘરમાં જ CCTV, પતિ પત્નીનો વિચિત્ર કિસ્સો

જોકે, આ યુવકે આ પ્રકારનું કૃત્ય શા માટે કર્યું તે વધુ તપાસ બાદ જ ખ્યાલ આવશે. પરંતુ જેમ જેમ સોશ્યલ મીડિયાનો વ્યાપ વધતો ગયો તેમ આ પ્રકારના અનેક બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા આવા અનેક યુવકોની સામે સખત કાર્યવાહી કરી છે. છતાં કેટલાક લોકો એવા છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા.
Published by:kiran mehta
First published:November 18, 2020, 23:41 pm