અમદાવાદ: સોશ્યલ મીડિયાને કારણે અનેક લોકોને ખૂબ જ ખરાબ અનુભવ થયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના રખિયાલમાં બન્યો છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકની ઘમકીથી ડરીને યુવતીએ સ્નેપચેટ પર વિડીયો કોલ કર્યો તો યુવકે પ્રાઇવેટ પાર્ટ બતાવવાની યુવતી પાસે જીદ પકડી. બાદમાં લગ્નનો પ્રસ્તાવ મુકતા યુવતીએ લગ્નની ના પાડતા યુવકે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સ્યુસાઇડ કરવાનું કહ્યું હતું. કંટાળીને યુવતીએ આ મામલે ફરિયાદ કરતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના રખિયાલમાં રહેતી 24 વર્ષીય યુવતી જી.એલ.એસ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરે છે. આ યુવતીને તેના જ ઘર પાસે રહેતા એક યુવકનો કડવો અનુભવ થતા તેના નાનાએ આ અંગે રખિયાલ પોલીસને તે બાબતે અરજી આપી હતી. છેલ્લા દસેક મહિનાથી આ યુવતીને ફૈઝલ ઉર્ફે બાબા નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો. બાદમાં બંને એકબીજા ને મળતા પણ હતા. સપ્ટેમ્બર માસમાં આ શખશે યુવતીને ફોન કર્યો કે "હું ફૈઝલ બોલું છું, તમે મારી સાથે વિડીયો કોલથી વાત કરો, જો વાત નહિ કરો તો હું આપઘાત કરી લઈશ". જેથી ગભરાઈને આ યુવતીએ તેની સાથે વાત કરી હતી.
આ પણ વાંચો -
શખશે આ યુવતીને સ્નેપચેટ પર વીડિયો કોલ કર્યો અને બાદમાં ગુપ્ત ભાગો બતાવવાનું કહેતા યુવતીએ ડરીને અર્ધ ગુપ્ત અંગ બતાવ્યું હતું. બાદમાં થોડા દિવસ બાદ આ યુવકની માતા અને નાની યુવતીના ઘરે આવ્યા હતા અને યુવતી સાથે તેમના પુત્રના લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે યુવતીએ અને તેના પરિવારજનોએ ના પાડતા યુવક આવેશમાં આવી ગયો હતો.
આ પણ વાંચો -
અમદાવાદ: 'સાહેબ, પ્રેમિકાને નવી નક્કોર Alto કાર Gift આપી, પ્રેમિકાને ખુશ કરવા શેઠના ત્યાં
બાદમાં જે વખતે વિડીયો કોલથી વાત કરી ત્યારે યુવતીએ તેના અંગત પાર્ટ બતાવ્યા તે વિડીયો કોલ રેકોર્ડિંગ કર્યો હોવાનું કહી યુવતીને બ્લેકમેલ કરી હતી. આ વીડિયો વાયરલ કરી ધમકી આપી કે જો લગ્ન નહીં થાય તો આપઘાત કરી લેશે અને યુવતીને બદનામ કરી દેશે. જેથી યુવતીના નાનાએ કરેલી અરજી પરથી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.