અમદાવાદની કરુણ ઘટના: ત્રણ દિવસ પહેલા નોકરી લાગેલા યુવકનું માલ-સામાનની લિફ્ટમાં ફસાઈ જતાં મોત

અમદાવાદની કરુણ ઘટના: ત્રણ દિવસ પહેલા નોકરી લાગેલા યુવકનું માલ-સામાનની લિફ્ટમાં ફસાઈ જતાં મોત
ઘટના સ્થળની તસવીર

અચાનક જ લિફ્ટમાં ફસાઈ જવાથી તેને ગંભીર ઇજા પહોંચી હતી. અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે.

  • Share this:
અમદાવાદ: કોરોના વાયરસના (coronavirus) કારણે લાગેલા લોકડાઉન (lockdown) બાદ અનલોકમાં (Unlock) વિવિધ મંજૂરી આપ્યા બાદ જનજીવન ધીમેધીમે પાટા ઉપર આવતું લાગે છે. જોકે, શહેરના પૂર્વ વિસ્તારમાં ધમધમી રહેલી ફેકટરીના માલિકો જાણે કે કામદારો ની જીંદગી સાથે રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. માલિકો ની બેદરકારીએ અનેક કામદારોએ જીવ ગુમાવ્યા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આજે દાણીલીમડામાં લિફ્ટમાં (lift) ફસાઈ જવાથી એક નિર્દોષ કામદારે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે આવેલી મરી મસાલાનો સપ્લાય કરતી ન્યુકી ગ્લોબલ ફૂડ ક્રોપ કંપનીમાં બપોરના સમયે રવી પરમાર નામનો કામદાર લિફ્ટમાં સમાન મૂકવાનું કામ કરી રહ્યો હતો.આ પણ વાંચોઃ-સુરતના ડોક્ટરની કરતૂત, પહેલા લગ્ન છૂપાવી કર્યા બીજા લગ્ન, બાળકી સાથે બીજી પત્નીને તરછોડી

આ દરમિયાન અચાનક જ લિફ્ટમાં ફસાઈ જવાથી તેને ગંભીર ઇજા પહોંચી હતી. અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. પોલીસનું કહેવું છે કે મૃતક યુવાન છેલ્લા ત્રણ દિવસથી આ ફેકટરીમાં કામે લાગ્યો હતો. અને લેબર કામ કરતો હતો.

આ પણ વાંચોઃ-ભેજાબાજ યુવકનું કારસ્તાન: Amazon ઉપર આવી રીતે કમાતો હતો યુવક, 4 મહિનામાં 19 લાખ કમાયો

આ પણ વાંચોઃ-Teacher's Day 2020: 8 km ચાલીને ભણાવવા જતી પ્રાથમિક સ્કૂલની શિક્ષિકા બની IAS

શનિવારનો દિવસ તેના માટે કાળ બનીને આવ્યો અને બપોરના સમયે લિફ્ટમાં ફસાતા તેનું મોત થયું. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.

યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કોની બેદરકારી છે તે અંગે પણ હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Published by:ankit patel
First published:September 05, 2020, 21:34 pm

ટૉપ ન્યૂઝ