અમદાવાદઃ "તારી સાથે કામ કરવું છે, કામ કરવા દે", પોલીસ સ્ટેશન સામે જ યુવતીના ઘરમાં ઘૂસી ગયો યુવક

અમદાવાદઃ "તારી સાથે કામ કરવું છે, કામ કરવા દે", પોલીસ સ્ટેશન સામે જ યુવતીના ઘરમાં ઘૂસી ગયો યુવક
પ્રતિકાત્મક તસવીર

કાલુપુર બ્રિજ પાસે રહેતી 21 વર્ષીય યુવતી તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. તેમનું પિયર શહેર કોટડા પોલીસસ્ટેશન સામે જ આવેલું છે.

  • Share this:
અમદાવાદ: શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશનની (shaher kotada police station) સામે રહેતી એક યુવતી ઘરે એકલી હતી. ત્યારે એક શખસ ત્યાં આવી ગયો અને આ યુવતીને મારે તારી સાથે કામ કરવું છે કામ કરવા દે તેમ કહી તેની છાતી પર હાથ મૂકી છેડતી કરી હતી. આ યુવતીએ પ્રતિકાર કરતા લોકો ભેગા થઈ ગયા અને આ શખસ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (police complaint) નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

કાલુપુર બ્રિજ પાસે રહેતી 21 વર્ષીય યુવતી તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. તેમનું પિયર શહેરકોટડા પોલીસ સ્ટેશન સામે જ આવેલું છે. આ યુવતી પોલીસસ્ટેશન સામે આવેલા તેના પિયર તેના માતા પિતાને મળવા ગઈ હતી.પણ તેના માતા પિતા બહાર ગયા હતા. જેથી આ યુવતી તેના ઘરે એકલી હતી. આ યુવતી તેના ઘરે વાસણ ધોવાનું કામ કરતી હતી ત્યારે સલિમ ઉર્ફે અંડા ઘાંચી અચાનક આ યુવતીના ઘરે આવી ગયો હતો.

આ પણ વાંચોઃ-

સલીમ એ અચાનક આ યુવતીને કહ્યું કે ચલ ખડી હો. જેથી આ સલીમ આવેશમાં આવી ગયો અને છરી મારી કહ્યું કે મારે તારી સાથે કામ કરવું છે કામ કરવા દે. જેથી આ યુવકને ત્યાંથી જતા રહેવા યુવતીએ કહેતા મામલો ગરમાયો હતો.આસપાસના લોકો ભેગા થઈ ગયા અને બાદમાં ધમકી આપી આ સલીમ ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે યુવતીએ શહેરકોટડા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:January 15, 2021, 23:47 pm

ટૉપ ન્યૂઝ