'મારો પતિ બીજી મહિલા સાથે ચેટિંગ કરે છે': ઓસ્ટ્રેલિયામાં રહેતા પતિ સામે ફરિયાદ

News18 Gujarati
Updated: March 20, 2019, 1:32 PM IST
'મારો પતિ બીજી મહિલા સાથે ચેટિંગ કરે છે': ઓસ્ટ્રેલિયામાં રહેતા પતિ સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયામાં રહેતા પતિ સામે પત્નીની ફરિયાદ

પરિણીતાએ મહિલા ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સહિત સાસરિયા સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: અમદાવાદમાં રહેતી એક પરિણીતાએ મહિલા ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સહિત સાસરિયા સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં પરિણીતાએ ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના પતિના ચારિત્ર્ય પર પણ આરોપ મૂક્યા છે.

પરિણીતાએ તેના પતિ અને સાસરિયાથી ત્રાસીને છેવટે મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં તેણે ઓસ્ટ્રેલિયામાં રહેતાં પતિ પર આરોપ મૂક્યો છે કે, તે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. આટલું જ નહીં, ફરિયાદમાં પરિણીતાએ તેના પતિના ચારિત્ર્ય પર આરોપ મૂકતાં કહ્યું છે કે, તેનો પતિ અન્ય મહિલા સાથે ચેટિંગ કરતો રહેશે.

આ પણ વાંચો: તસવીરો : અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર મોડીરાત્રે અકસ્માત, બિલ્ડરનું મોત

આટલું જ નહીં, પતિ ઉપરાંત તેના સાસરિયાઓ પણ તેને સતત ત્રાસ આપતાં હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. ઉપરાંત પરિણીતાનો આરોપ છે કે, સાસરિયા તરફથી સતત તેને છૂટાછેડા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

 

 
First published: March 20, 2019, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading