અમદાવાદ: પતિ સાથે એકાંતમાં સમય પસાર કરવા નહીં દેતાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

News18 Gujarati
Updated: April 27, 2019, 12:47 PM IST
અમદાવાદ: પતિ સાથે એકાંતમાં સમય પસાર કરવા નહીં દેતાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

શારીરિક-માનસિક ત્રાસ આપતાં સાસરિયા વિરુદ્ધ પરિણીતાએ રામોલમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ: પતિ સાથે એકાંતમાં સમય પસાર કરવા નહીં દેતાં અને શારીરિક-માનસિક ત્રાસ આપતાં સાસરિયા વિરુદ્ધ પરિણીતાએ રામોલમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ ફરિયાદમાં કરેલાં આક્ષેપો પ્રમાણે, તેના સાસુ-સસરા, પતિ અને નણંદ તેને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતાં. સાથે જ પતિ સાથે એકાંત માટે એક કલાક જ આપતાં હતા. આટલું જ નહીં, સાસુએ કહ્યું હતું કે માત્ર છોકરા પેદા કરવા માટે જ તારા લગ્ન કરેલા છે.

સાથે જ પરિણીતાનું કહેવું છે કે, પુત્રીનો જન્મ થતાં તેના સાસરીના લોકો નારાજ થયા હતા અને તેને બોલાવવા આવ્યા નહોતા. પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે તે સામેથી સાસરીમાં ગઇ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ડમી સર્ટિફિકેટ દ્વારા સરકારી નોકરી મેળવવાના કૌભાંડનો પર્દાફાશ

પરિણીતાએ સાસરીયા પર દહેજનો પણ આક્ષેપ મૂક્યો છે. પરિણીતાનું કહેવું છે કે, સાસુએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને દહેજમાં મકાન અને કારની માગ કરી હતી. સાસુએ કહ્યું હતું કે, આની વ્યવસ્થા થાય તો જ ઘરે આવજે.
First published: April 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading