જાણીતા ડોકટરે અમદાવાદના બર્થડે પર ભાજપ પ્રદેશ પ્રમુખ પાસે માંગી આવી ગિફ્ટ

જાણીતા ડોકટરે અમદાવાદના બર્થડે પર ભાજપ પ્રદેશ પ્રમુખ પાસે માંગી આવી ગિફ્ટ
ડો. વસંત પટેલની તસવીર

ભારતીય જનતા પાર્ટી વર્ષોથી અમદાવાદને કર્ણાવતી નામ આપવાની વાતો કરતું આવ્યું છે. અગાઉ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ અમદાવાદના નામને બદલી કર્ણાવતી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • Share this:
અમદાવાદ: એક તરફ 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો બર્થડે (Birthday of Ahmedabad) છે. અને બીજીતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં (AMC election) ભાજપને જંગી બહુમતી મળી છે. તેવામાં હવે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી નામ કરવા જોરશોરથી રજુઆત શરુ થઈ છે. અમદાવાદના તબીબે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પત્ર  લખી આ રજુઆત કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી વર્ષોથી અમદાવાદને કર્ણાવતી નામ આપવાની વાતો કરતું આવ્યું છે. અગાઉ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ અમદાવાદના નામને બદલી કર્ણાવતી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર અમદાવાદને  કર્ણાવતી નામ આપવાની વિગત ચર્ચામાં આવી છે.આ વખતે અમદાવાદના સિનિયર ફિજીશિયન ડો. વસંત પટેલે અમદાવાદના નામને બદલી કર્ણાવતી કરવા પર ભાર મુક્યો છે. જે મુદ્દે તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લેખિતમાં રજુઆત કરી છે. એટલું જ નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ રજુઆત સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

ડો. વસંત પટેલે કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ ઘણા વર્ષોથી અમદાવાદનું નામ કર્ણાવતી કરી કર્ણાવતી મહાનગરને પોતાની ઓળખ પાછી અપાવવાનું દિવ્ય સપનું સેવ્યું છે. વર્ષ 2021ની અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભાજપનો 159 બેઠકો એટલે કે 82.8 ટકા બેઠકો સાથે જ્વલંત વિજય મળ્યો છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભાજપની ચૂંટાયેલી સરકાર કોઈપણ પ્રકારના બંધારણીય અડચણ વગર અમદાવાદનું નામ કર્ણાવતી કરી શકશે. ઘણા લોકો માની રહ્યા છે કે નામકરણ માટે 75 ટકા બહુમતી ની જરૂર પડે છે.માટે આપને અને ભાજપના અન્ય પદાધિકારીને  નમ્ર વિનંતી છે જે અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરી દેવામાં  આવે. જેની અમદાવાદ સહિત ગુજરાતના લાખો નાગરિકોની આ લાગણી અને માગણી છે જેને હું આપ સુધી પહોંચાડી રહ્યો છે. અમદાવાદના મેયરનું નામ નક્કી થાય તે સભા માં જ અમદાવાદ ને કર્ણાવતી ના નામની ભેટ આપવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
Published by:ankit patel
First published:February 24, 2021, 23:50 pm

ટૉપ ન્યૂઝ