Home /News /madhya-gujarat /

અમદાવાદઃ ડોક્ટરની દીકરી સાથે ગામનો છોકરો મસ્કરી કરતો, 'રૂવાબ' બતાવવા ડોક્ટરે કર્યું ફાયરિંગ

અમદાવાદઃ ડોક્ટરની દીકરી સાથે ગામનો છોકરો મસ્કરી કરતો, 'રૂવાબ' બતાવવા ડોક્ટરે કર્યું ફાયરિંગ

ડોક્ટર અને તેનો મિત્ર

આસપાસમાં રહેતા લોકોમાં રૂવાબ બતાવવા માટે ડોક્ટર કૌશિક નાયક મિત્રની બંદૂક લઇને હવામાં ફાયરિંગ કર્યું હતું.

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં (Ahmedabad ciry) અસામાજિક તત્વો બાદ હવે ડોક્ટરને (doctor) પણ કાયદાનો કોઇ ડર રહ્યો ન હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ હેતવી હોસ્પિટલના (hetavi hosptial) ડૉ કૌશિક નાયક દ્વારા હવામા ફાયરિંગ (firing) કરવામાં આવ્યું હતું જોકે ફાયરિંગ કરવા માટે વાપરવામાં આવેલ બંદૂક એક્સ આર્મી મેન (ex Armyman) જગદીશ જોષીયારની હતી.

નોંધનીય છે કે dr દ્વારા ફાયરિંગ પણ કેમ કરવા માં આવ્યું તે જાણીને તમને પણ નવાઈ લાગશે. ડોક્ટર કૌશિક નાયક અને જગદીશ જોષીયાર બંને મિત્રો છે.. ડોક્ટર કિરણ નાયક  વસ્ત્રાલમાં હેતવી હોસ્પિટલના માલિક છે જ્યારે જગદીશ જોષી નિવૃત આર્મી મેન છે.

ડોકટર કૌશિક નાયકની ફેમિલી અને તેની દીકરીનું ગામનો છોકરો માસ્કરી કરતા ડોકટર દ્વારા આવેશમાં આવીને જગદીશની પિસ્તોલ વડે હવામાં ફાયરિંગ કર્યું હતું. રામોલ પોલીસને ઘટનાની જાણ થતાં તુરંત જ ઘટના સ્થળ પર પહોંચીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર કૌશિક નાયક અને જગદીશ જોશી યાર બંને મિત્રો છે સાથે જ આસપાસમાં રહેતા લોકોમાં રૂવાબ બતાવવા માટે ડોક્ટર કૌશિક નાયક મિત્રની બંદૂક લઇને હવામાં ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'

આ પણ વાંચોઃ-ગોંડલઃ કોરોના વેક્સીન વાને દંપતીને કર્યું ખંડીત, અકસ્માતમાં પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ

હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ફાયરિંગ કરવા પાછળનું સાચું કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે..આ મામલે રામોલ પોલીસ નું કેહવું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેમની દીકરીનો ગામનો છોકરો મસ્કરી કરતો હૉય તેને લઈ તેમને આ ફાયરિંગ કર્યું છે.



આ મામલે રામોલ પોલીસે સરકાર તરફી ipcની કલમ 308,114 અને આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કારેલ છે અને બંને લોકો ની તપાસ હાથ ધરી છે સાથો સાથ બારબોર રાયફલ અને ખાલી કાર્ટુસ પણ કબ્જે કરેલ છે.
Published by:ankit patel
First published:

Tags: Firing, Latest crime news, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર