રવિવારે 20 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 128 કેસ, મરકઝમાંથી આવેલા 11 લોકોની ધરપકડ

News18 Gujarati
Updated: April 6, 2020, 8:55 AM IST
રવિવારે 20 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 128 કેસ, મરકઝમાંથી આવેલા 11 લોકોની ધરપકડ
ફાઈલ તસવીર

રવિવારે સવારે સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ ભાવનગરમાં 2, સુરતમાં એક અને ભૂજમાં 1 કેસ નોંધાયો છે. આમ કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ગયો છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસો વધતા જાય છે. ત્યારે રાજ્યમાં આજે 5 એપ્રિલ 2020ના દિવસે કુલ 20 પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 128 દર્દીઓ થઈ ગયા છે. રવિવારે સવારે સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ ભાવનગરમાં 2, સુરતમાં એક અને ભૂજમાં 1 કેસ નોંધાયો છે. આમ કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ગયો છે.

રવિવારે અમદાવાદના 8 સહિત કુલ 20 પોઝિટિવ કેસ
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે દિવસ દરમિયાન વધુ 6 પોઝિટિવ કેસ સામે આવતા આજે માં કુલ 20 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના 128 દર્દીઓ થઈ ગયા છે. અત્યાર સુધીના કેસોમાં 78 દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના, 33 વિદેશથી આવેલા અને 17 આંતરરાજ્ય કેસ છે. તેમજ આજે 4 દર્દી સાજા થતા કુલ 21ને રજા આપવામાં આવી છે બે દર્દી વેન્ટીલેટર પર છે. દરેક જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ બનાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.

પાવીજેતપુરના બે અને બોડેલીનો એક શખ્સ તબલીઘ જમાતની મરકઝમાં ગયા હતા
મળતી માહિતી પ્રમાણે સિદ્ધપુરના કોરોના પોઝિટવ વ્યક્તિના સંપર્કમાં છાપી અને મજાદરના બે શખ્સો આવ્યા હતા, આ બન્ને શખ્સોને વડગામમાં ક્વૉરન્ટીન કરાયા છે. જ્યારે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસના વૃદ્ધા અને તેમના પુત્રનો નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી હતી. વધુ મળતી માહિતી પ્રમાણે પાવીજેતપુરના બે અને બોડેલીનો એક શખ્સ તબલીઘ જમાતની મરકઝમાં ગયા હતા

કુલ 2,056 ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેમાં 3,420 લોકોની ધરપકડબીજી તરફ પોલીસ તંત્ર પણ સમગ્ર ગુજરાતમાં લોકડાઉનને કડકાઈ રીતે પાલન કરવા માટે દિવસ રાત એક કરી રહ્યું છે. રાજજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, 'નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે, ત્યારે નાગરિકો સ્વયંશિસ્તમાં રહે તે જરૂરી છે. શિવાનંદ ઝાએ મરકઝમાંથી આવેલા લોકો વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘અત્યાર સુધીમાં 110 લોકોની ઓળખ થઈ છે. જેમાંથી આજે 16 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 2, છોટાઉદેપુરના ત્રણ અને જૂનાગઢના 11 લોકો મળીને કુલ 126 લોકોની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી છે. જેમાંથી અમદાવાદના પાંચ સહિત છોટાઉદેપુરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.’

સીસીટીવી ફૂટેજની ચકાસણી અંતર્ગત 188 ગુના નોંધાયા
સોશિયલ મીડીયાનો દુરુપયોગ કરવા બદલ 102 ગુનો નોંધાયા છે. શિવાનંદ ઝાએ લોકોને ખોટા સંદેશ વાયરસ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગઇ કાલે આ મામલે 14 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ અંતર્ગત મુજબ 46 લોકોની ધરપકડ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન તથા સીસીટીવી સર્વેલન્સ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રોન સર્વેલન્સ અંતર્ગત અત્યાર સુધીમાં 388 ગુના નોંધવામાં આવ્યા છે. આ અંતર્ગત 3601 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી અંતર્ગત 188 ગુના નોંધવામાં આવ્યા છે અને 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 1,398 ગુના, ક્વોરન્ટીન ભંગ બદલ 577 લોકો તેમજ અન્ય 81 એમ કુલ 2,056 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં 3,420 લોકોની ધરપકડ કરી છે. જ્યારે 8,718 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

સરકારના મહત્વના નિર્ણયો
કોરોના સામેની લડાઈમાં પણ સામાન્ય માણસો અને સરકારી કર્મચારીઓનું પણ સરકાર ધ્યાન રાખી રહી છે. ત્યારે દિવસેને દિવસે મહત્વના નિર્ણયો કરી રહી છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસના કારણ મોત થશે તો નગરપાલિકા, મનપાના આરોગ્ય કર્મીઓ, પુરવઠા વિભાગના કર્મચારીઓ અને સસ્તા અનાજની દુકાન ધારકોના પરિવારને અને મહેસૂલી કર્મચારીઓને 25 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્યમાં ખાદ્ય તેલની અછત ઊભી ન થાય તે માટે કપાસ જીનિંગ અને ઓઈલ મિલને ચાલુ રાખવાનું પણ સૂચન કર્યું છે.

દેશની સ્થિતિ
ભારાતમાં અત્યાર સુધી અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; છેલ્લા 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, દિલ્હીમાં 24 કલાકમાં 58 કેસ નોંધાયા, 19 લોકો તબલીઘ જમાતના કાર્યક્રમમાં ગયા હતા.
First published: April 5, 2020, 11:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading