અઅમદાવાદઃ આંતરરાજ્ય લક્ઝુરિયસ કાર રોડ (Luxurious car) પર ફરતી જોઈ નથી કે ચોરી કરી નથી. આવી જ ચોરી કરનાર ચોરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad crime branch) ધરપકડ કરી છે. આધુનિક ટેકનોલોજીથી લક્ઝુરિયસ ગાડીઓ ચોરી કરનાર આ સાતીર આરોપી અને કેવી રીતે કરતો હતો લક્ઝુરિયસ ગાડીઓની ચોરી એ પણ જાણવા જેવું છે.
આરોપીનું નામ સત્યેન્દ્ર સિંહ શેખાવત છે. જે દેશના જુદા જુદા રાજ્યોમાંથી લાખો કરોડોની મોંઘીદાટ ગાડીઓ ચોરી કરતો હતો. આરોપી સત્યેન્દ્ર સિંહએ પુનામાંથી એમબીએનો (MBA) અભ્યાસ કર્યો હતો. 2014થી આરોપી કાર ચોરીના ગુનાઓમાં સંડોવાયો હતો. અગાઉ 2014માં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કાર ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો.
તે સમયે આરોપી સર્વિસ સેન્ટરમાં જઈને કી સ્ટેન્ડમાંથી ચાવી ઉઠાવી અન્ય ગેટ પાસેથી ગાડી ચોરી કરી લેતો હતો. આરોપી સત્યેન્દ્ર સિંહ સમયની સાથે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી આધુનિક રીતે ગાડીઓ ચોરી કરી લેતો હતો.
યુટ્યુબ પર વીડિયો (youtube Video) જોઈ આધુનિક ટેકનોલોજીથી પ્રેરાઈને તેને ચેન્નઈથી બે લાખ રૂપિયામાં કી, કટર મશીન અને સેન્સર મંગાવ્યા અને ત્યાર બાદ કાર ચોરી કરવાનો નવો કીમિયો શોધી કાઢ્યો હતો.
આરોપીએ ચોરી કરવા માટેનું સ્થળ તો સર્વિસ સેન્ટર જ રાખ્યું પરંતુ તેને સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કારમાં સેન્સર તથા જીપીએસ લગાવી સ્કેનર મશીનથી કારની નકલી ચાવી બનાવી મોંઘીદાટ ગાડીઓ ચોરી કરવાની એમ.ઓ. ઘડી નાખી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ફરી એક વખત ઝડપી પાડયો છે. સાથે જ દેશના અલગ-અલગ રાજ્યો તથા અમદાવાદમાંથી ચોરાયેલી કુલ 12 ગાડીઓના ચોરીનો ભેદ ઉકેલ્યા છે. આરોપી સામે અગાઉ અમદાવાદ, મધ્ય પ્રદેશ, દિલ્હી અને પુના તથા મુંબઈમાં પણ કાર ચોરી ગુનાઓ નોંધાયા છે. આરોપીએ કઈ કઈ જગ્યાએ ગાડીઓ ચોરી કરી અને ગાડીઓ સ્ક્રેપમાં આપતો હતો તથા કોને કોને વેચી છે તેને લઈને તપાસ શરૂ કરાઇ છે.