અમદાવાદઃ એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ દિવસેને દિવસે મહિલાઓ પર અત્યાચારના અનેક બનાવો સામે આવી રહ્યા છે. જો કે કેટલાક નરાધમો તો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે નાની બાળકી, કિશોરી ઓને પણ શિકાર બનાવતા હોય છે. આવો એક બનાવ શહેરના ગોમતીપુર (Gomatipur ) વિસ્તારમાં જોવા મળ્યો છે.
ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક કિશોરી તેના ભાઈ સાથે ઘરનો સામાન લેવા માટે ધાબા પર ગઈ હતી. જોકે ભાઈ સામાન લઈને નીચે આવી રહ્યો હતો અને કિશોરી સામાન લઇ રહી હતી તે દરમિયાન બે નરાધમ યુવક ધાબા પર પહોંચી ગયા હતા. અને કિશોરીને પકડી ખૂણામાં લઇ જઇને તેની છાતી દબાવી હતી.
જો કે એક નરાધમે કિશોરીના મોઢામાં આંગળા નાંખી દીધા હતા અને કહ્યું હતું કે ચુપ ચાપ બેઠી રહે. આ દરમિયાન એક પાડોશી જોઈ જતા તેઓ પણ ધાબા પર પહોંચ્યા હતા. આસપાસમાં અન્ય રહીશોને જાણ થઈ જતાં મોટી સંખ્યામા લોકો એકઠા થઇ ગયા હતા.
આ પણ વાંચોઃ-
જેમાં બંને નરાધમો ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા છે. સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. બંને આરોપીઓ પહેલા કિશોરીના ઘરની નજીકમાં જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ-
ઉલ્લેખનીય છે કે કિશોરી સાથે દુષ્કર્મની એક ઘટના હરિયાણામાં પણ બની હતી. અહીં એક 17 વર્ષીય કિશોરની સાઉથ ગોવાની સગીરાને સોશિયલ મીડિયા ઈમો થકી ચેટિંગ શરૂ થઈ હતી. દોસ્તી પરવાન ઉપર ચડી અને બંને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા.
કિશોરી ગોવાથી ફ્લાઈટ થકી નવી દિલ્હી પહોંચી હતી. અને ત્યાંથી ટેક્સી કરીને શુક્રવારે પાનીપત આવી પહોંચી હતી. આરોપ છે કે કિશોરે ફ્લાઈ ઓવર નીચે પોતાના દોસ્તની કારમાં કિશોરી સાથે આખી રાત રહ્યો હતો અને રેપ કર્યો હતો.
ત્યારબાદ તે કિશોરના ઘરે જતી રહી હતી. યુવકના માતાએ ગોવામાં કિશોરીના પરિવારજનોને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ગોવા પોલીસ રવિવારે પાણીપત પહોંચી ગઈ હતી. કિશોરીનું મેડિકલ કરાવ્યા બાદ આરોપી સગીર યુવકની ધરપકડ કરી હતી.