અમદાવાદઃ ઉત્તરાયણના દિવસે માતાને મદદ કરવા ગયેલો પુત્ર લૂંટાયો, માર મારી ફેંકી દેતા આખી રાત ઠંડીમાં ઠુઠવાયો

અમદાવાદઃ ઉત્તરાયણના દિવસે માતાને મદદ કરવા ગયેલો પુત્ર લૂંટાયો, માર મારી ફેંકી દેતા આખી રાત  ઠંડીમાં ઠુઠવાયો
પ્રતિકાત્મક તસવીર

અર‌િવંદભાઈ ગીતામંદિર બસ સ્ટેન્ડથી વાસણા જવા રિક્ષામાં બેઠા હતા. ‌રિક્ષામાં અગાઉથી બે પેસેન્જર બેઠેલા હતા. રિક્ષાચાલક અરવિંદભાઇને વાસણાની જગ્યાએ નારોલ ગામ ચંડોળા તળાવ તરફ લઇ ગયો હતો.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં લૂંટારુઓનો (Robbers) ખોફ ઘટતો નથી. દાણીલીમડામાં (danilimada) મોડી રાતે ‌રીક્ષાચાલક અને તેના સાગરીતો એક યુવકને ટોમી વડે માર મારી પગારના રૂપિયા તેમજ ચાંદીનું કડું લૂંટી ફરાર થઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઈ છે.

બાલાસિનોરમાં (balasinor) રહેતા અરવિંદભાઈ ઠાકોરે ત્રણ લોકો વિરુદ્ધ દાણીલીમડા વિસ્તારમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. અરવિંદભાઈ હાલ વાસણા ખાતે આવેલ સવેરા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં કામ કરે છે.ગઈ કાલે ઉત્તરાયણના (Uttarayan 2021) દિવસે અર‌િવંદભાઈ વાસણા હોટલમાંથી પગાર રૂ.3500 લઈ ગીતામંદિર એસટી સ્ટેન્ડ (Gitamandir st bus stan) તેમના ગામનો કોઇ માણસ મળી જાય તો તેની સાથે માતાને પૈસા મોકલી દઉં એમ  વિચારી ગયા હતા, જો કે અર‌િવંદભાઈએ આઠ વાગ્યા સુધી રાહ જોઇ, પરંતુ કોઈ તેમના ગામનું મળ્યું ન હતું, જેથી અર‌િવંદભાઈ પરત વાસણા જવા માટે નીકળ્યા હતા.

આ પણ વાંચોઃ-

અર‌િવંદભાઈ ગીતામંદિર બસ સ્ટેન્ડથી વાસણા જવા રિક્ષામાં બેઠા હતા. ‌રિક્ષામાં અગાઉથી બે પેસેન્જર બેઠેલા હતા. રિક્ષાચાલક અરવિંદભાઇને વાસણાની જગ્યાએ નારોલ ગામ ચંડોળા તળાવ તરફ લઇ ગયો હતો. ‌રીક્ષાચાલક અને તેના સાગરીતોએ અર‌િવંદભાઈને જે કંઈ હોય તે આપી દેવા કહ્યું હતું, જોકે અર‌િવંદભાઇએ આપવાની ના પાડતાં બે યુવકોએ અર‌િવંદભાઈને પકડી ગડદાપાટુંનો માર માર્યો હતો.

આ પણ વાંચોઃ-

જોતજોતામાં રિક્ષાચાલક રિક્ષાની ડેકીમાંથી લોખંડની ટોમી લઇ આવી અર‌િવંદભાઈ પર હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ  રીક્ષાચાલક અને તેના સાગરીતો અર‌િવંદભાઈ પાસે રહેલા 3500 રૂપિયા તેમજ ચાંદી કડું લૂંટી ફરાર થઇ ગયા હતા.અર‌િવંદભાઈ પર હુમલો કરાતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અર‌િવંદભાઈએ દાણીલીમડા પોલીસને જાણ કરી ‌રિક્ષાચાલક અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:January 15, 2021, 13:58 pm

ટૉપ ન્યૂઝ