અમદાવાદ - આપણા સમાજમાં માતાને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અને ગોળ વિના સૂનો કંસાર એમ મા વિના સૂનો સંસાર એવી કહેતવ છે, માં તે માં બીજા બધા વગડા ના વા આવી અનેક કહેવતો માતા માટે બનાવવામાં આવી છે. પરંતુ ક્યારેક કપૂતોની હરકતો આ કહેવતો જાણે કે લાંછન લગાવતા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના શહેરના જમાલપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીંયા એક કપૂત પુત્રએ કોઈ કારણોસર માતાને માર માર્યો. એટલું જ નહિ લોકો એ વચ્ચે પડી છોડાવતા જતા જતા ફરીથી માર મારવાની ધમકી આપતો ગયો. આ કળિયગૂગના દીપડા સમાન દીકરાની કરતૂતના કારણે ચોમેરથી ફિટકારની લાગણી વરસી છે.
બનાવની વિગત એવી છે કે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે પાંચ વર્ષ પહેલાં તેના છૂટાછેડા થતાં બે બાળકો સાથે જમાલપુર વિસ્તારમાં રહે છે. મંગળવાર વહેલી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ મહિલા ચકલીને ચણ નાંખવા માટે જમાલપુર દરવાજા ગઈ હતી. આ દરમિયાન તેનો મોટો પુત્ર પણ ત્યાં ઊભો હતો.
આ પણ વાંચો : જામનગર : ઘોરકળિયૂગ ! 13 વર્ષનીએ તરૂણી બાળકને જન્મ આપ્યો, ડોક્ટર અને પોલીસમાં દોડધામ થઈ ગઈ
ચણ નાખ્યા બાદ મહિલા ઘરે આવતા તેનો પુત્ર પણ તેની પાછળ પાછળ ઘરે આવ્યો હતો અને મહિલા સાથે બોલાચાલી કરી બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જોકે, મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં તેનો પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો. અને મહિલા ને માર મારવા લાગ્યો હતો. જેથી આસપાસ ના લોકો આવી જતા તેમણે મહિલા ને વધુ મારમાંથી છોડાવી હતી.
આ પણ વાંચો : નવસારી : 'તારે દુ:ખ દૂર કરવું હોય તો શરીર સંબંધ બાંધવો પડશે,' તાંત્રિક જયેશ બાપુ સામે દુષ્કર્મની ફરિયાદ
એકઠા થઇ જતાં મહિલા નો પુત્ર ત્યાંથી રવાના થઈ ગયો હતો. જો કે જતા જતા ધમકી આપતો ગયો હતો કે હું તને ફરી થી મારીશ. જેની જાણ મહિલા એ પોલીસ કંટ્રોલ રૂમ માં કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. અને મહિલા ની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. માતાએ મનોમન એવું વિચાર્યુ હશે આના કરતા તો વાંઝણી રહી હોત તો સારૂ હતું. જે જનેતાએ નવનવ મહિના કૂખે પાળીને દીકરીને આ દુનિયામાં જન્મ આપ્યો તેની પર જ હિચકારો હુમલો કરી અને આ કળિયૂગના સમાજમાં એક કપાતર દીકરાએ માતાની કૂખ લજવી છે.