રાજ્ય સરકાર વિરુદ્ધ હાઈકોર્ટ વકીલોની એક દિવસની હડતાળ, હાઇકોર્ટનું કામકાજ થયું ઠપ્પ

News18 Gujarati
Updated: October 11, 2019, 9:29 PM IST
રાજ્ય સરકાર વિરુદ્ધ  હાઈકોર્ટ વકીલોની એક દિવસની હડતાળ, હાઇકોર્ટનું કામકાજ થયું ઠપ્પ
હજુ પણ જો સરકાર ન જાગે તો સમગ્ર ગુજરાતના વકીલોને હડતાળમાં જોડાવવા અપીલ થશે

હજુ પણ જો સરકાર ન જાગે તો સમગ્ર ગુજરાતના વકીલોને હડતાળમાં જોડાવવા અપીલ થશે

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: આજે રાજ્ય સરકાર વિરુદ્ધ હાઈકોર્ટના વકીલોએ એક દિવસની પ્રતીક હડતાળ પળતા, હાઇકોર્ટનું કામકાજ ઠપ્પ થઈ ગયું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા ચીમકી આપવા આવી હતી કે હાઇકોર્ટમાં જજીસની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટ કોલિજિયમને રાજ્ય સરકારે પોતાનું કોઈ અભિપ્રાય નહિં આપે આજની પ્રતીક બાદ પણ સરકાર નહિ જાગે તો રાજ્યની તમામ કોર્ટેના વકીલોને હડતાળમાં જોડાવા અપીલ કરવામાં આવશે.
આ મુદ્દે હાઈકોર્ટ એડવોકેટ એશોસીયેશન યતીન ઓઝાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર પોતાનો અભીપ્રાય કોલેજીયમને આપતી નથી. જજીસની નિયુક્તીમાં વિલંબ થઈ રહ્યો છે. રાજ્ય સરકાર જલ્દી નીર્ણય નહી લે તો અમારે સ્ટ્રાઈક આપવાની ફરજ પડશે.

છેલ્લા ઘણા સમયથી હાઈકોર્ટમાં જજીસની ખાલી પડેલી જગ્યાઓ મામલે હાઈકોર્ટ બાર એશોશીયસને દોશનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં જજોની ખાલી હોદ્દાઓ માટે હાઇકોર્ટની કોલેજીયમ દ્વારા કરાયેલી ભલામણ રાજ્ય સરકાર દ્વારા આગળ નહીં મોકલવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા આ મુદ્દે ૧૧મી ઓક્ટોબરના રોજ કામથી અળગા રહેવા માટેનો ઠરાવ પાસ કર્યો હતો.

GHCAAના જોઇન્ટ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે એક ઠરાવ મારફતે જણાવ્યું હતું કે,‘GHCAAના પ્રેસિડેન્ટ સિનીયર એડવોકેટ યતિન ઓઝાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ઉદ્દેશીને હાઇકોર્ટમાં જજોની નિમણૂંકના મુદ્દે જે પત્ર લખ્યો છે, તેને બાર એસોસિયેશન વતીની જ રજૂઆત ગણવામાં આવે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જો હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી ભલામણો એક સપ્તાહમાં આગળ નહીં મોકલવામાં આવે તો એસોસિયેશનના સભ્યો ૧૧મી ઓક્ટોબરના રોજ કામથી અળગા રહીને પોતાનો વિરોધ દર્શાવશે.’

હાઈકોર્ટ એડવોકેટ એશોસીયેશનના પ્રમુખ યતીન ઓઝાએ જણાવ્યુ કે, રાજ્ય સરકાર છેલ્લા 10 વર્ષથી એક એક પ્રપોઝલ પર નિર્ણય લેવામાં 10-10 મહિના બેસી રહે છે. પોતાનો અભીપ્રાય આપતી નથી અને જ્યા સુધી અભીપ્રાય જાય નહી ત્યા સુધી સુપ્રીમ કોર્ટ કોલેજીયમ માટે શક્ય ન થાય કે નામોની ભલામણ કઈ રીતે કરવી. અમારો એવો આક્સેપ છે કે રાજ્ય સરકાર જાણી જોઈને આવુ કરે છે તે જોવે છે કે નીમુણક લેનાર વ્યક્તી બંધારણને વફાદાર રહેશે કે ભારતીય જન્તા પાર્ટીને. અને તે ચકાસવમાં જે સમય જઈ રહ્યો છે. તે તદ્દન ગેરવ્યાજબી અને ગેરકાનુની છે. માટે મે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશને વિનંતી કરી છે કે તમારે જે નિર્ણય લેવો હોય તે લો રાજ્ય સરકારના અભીપ્રાયને બાજુ પર મુકો. તેમ છતો જો રાજ્ય સરકાર જો અભીપ્રાય નહી મોકલે તો ગુજરાતની તમામ અદાલતોને અમે બંધનુ એલાન આપીશુ તેના માટે ઠરાવ પણ કરી દેવામાં આવ્યો છે.
First published: October 11, 2019, 9:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading