જેલમાં જામર જામ? ચાલુ વર્ષે દર બે દિવસે મળી રહ્યો છે એક મોબાઈલ

જેલમાં જામર જામ? ચાલુ વર્ષે દર બે દિવસે મળી રહ્યો છે એક મોબાઈલ
જેલમાં જામર જામ? ચાલુ વર્ષે દર બે દિવસે મળી રહ્યો છે એક મોબાઈલ

ગુજરાતની તમામ જેલોમાંથી જે રીતે મોબાઈલ ફોન મળી રહ્યા છે તે જોતા હવે જેલ કોલ સેન્ટર બની ગયું હોય તેવુ લાગી રહ્યુ છે

  • Share this:
અમદાવાદ : ગુજરાતની તમામ જેલોમાંથી જે રીતે મોબાઈલ ફોન મળી રહ્યા છે તે જોતા હવે જેલ કોલ સેન્ટર બની ગયું હોય તેવુ લાગી રહ્યુ છે. જેલમાંથી ખુબજ આસાનીથી મોબાઈલ ફોન મળી રહ્યા છે તે ખરેખર ચિંતાનો વિષય છે કારણ કે હાલમા જ વિશાલ ગોસ્વામી ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં જે રીતે મોબાઈલ મળ્યા છે તેના ઉપરથી જેલના કેટલાક લોકો પર શંકા ઉભી થાય છે. અમદાવાદની સેન્ટ્રલ જેલ છેલ્લા થોડાક વર્ષોથી ચર્ચામાં આવી ગઈ છે. એક સમય ખુબજ સુરક્ષિત મનાતી સેન્ટ્રલ જેલમાં ક્યારે સુરંગ મળી આવે છે તો ક્યારે મોબાઈલ. આ બધુ હવે સામાન્ય થઈ ગયુ છે અને બાકી હતુ તે જેલમાંથી હવે ગંભીર ગુનાનો આરોપી ખંડણીનો નેટવર્ક પણ ચલાવતો હતો. જેલમાં મોબાઈલ મળે તેની તપાસ એસઓજી ક્રાઈમને કરવાની હોય છે પરંતુ એક મર્યાદા હોવાથી તે સંપુર્ણ તપાસ કરી શકતા નથી.

જેલમાંથી છેલ્લા થોડાક વર્ષો કરતા ચાલુ વર્ષમાં એટલે માત્ર બે મહિનામાં અનેક મોબાઈલ મળી આવ્યા છે એટલે બે દિવસમાં એક મોબાઈલ જેલમાંથી મળી રહ્યા છે. આવા આંકડા પર નજર કરીએ તો વર્ષે 2014માં 18 ગુના દાખલ થયા અને જેમાં 49 આરોપીઓ પકડાયા અને 23 મોબાઈલ અને 8 સિમ કાર્ડ મળી આવ્યા હતા. 2015માં 25 ગુનાઓ, 62 આરોપીઓ અને 35 મોબાઈલ અને 11 સીમકાર્ડ મળી આવ્યા હતા. 2016માં 24 ગુનાઓ, 53 આરોપી અને 30 મોબાઈલ અને 5 સીમ કાર્ડ મળી આવ્યા. 2017માં 37 ગુનાઓ,10 આરોપી,43 મોબાઈલ અને 21 સીમકાર્ડ મળ્યા હતા. 2018માં 34 ગુનાઓ, 65 આરોપી, 50 મોબાઈલ અને 42 સીમ કાર્ડ મળી આવ્યા હતા. 2019ની વાત કરીએ તો 22 ગુનાઓ, 33 આરોપી, 27 મોબાઈલ અને 12 સીમકાર્ડ મળી આવ્યા હતા. જોકે ચાલુ વર્ષ એટલે 2020માં 24 ગુનાઓ દાખલ થયા છે અને 24 આરોપી પકડાયા છે અને 30 મોબાઈલ અને 5 સીમ કાર્ડ મળી આવ્યા છે.આ પણ વાંચો - SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ભેટ, બચત ખાતામાં નહી રાખવું પડે મિનિમમ બેલેન્સ

જેલમાં મોબાઈલ તો મળી આવે છે અને પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ જેલમાં લાગેલા જામર કંઈ સ્થિતિમાં છે અને જો જામર હોય તો મોબાઈલ ફોન કંઈ રીતે ચાલી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે. સવાલ એ ઉભો થાય છે કે જેલના જામરો શું કામ નથી કરી રહ્યા? જામર લાગેલા છે તો કંઈ રીતે બહાર ફોન લાગી રહ્યા છે? તપાસ કરતા જાણવા મળ્યું છે કે જેલમાં 10 જેટલા જામર લાગેલા છે પરંતુ અત્યત વિશ્વસનિય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જેલમાં લાગેલા 10 જામર જે એકટિવ હોવા જોઈએ એ પણ ડિએટ્કિવ છે. મળતી માહિતી પ્રમાણે જામરની જવાબદારી માટે કોન્ટ્રાક્ટ આપેલો છે પરંતુ જેલમાં જામર કામજ નથી કરતા. જેથી બિંદાસ ફોન ચાલી રહ્યા છે. આ મામલે જેલ એસપીએ એક પત્ર પણ લખ્યો છે અને જેલમાં મોબાઈલ કામના કરી શકે તે માટે કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
Published by:News18 Gujarati
First published:March 11, 2020, 20:34 pm

ટૉપ ન્યૂઝ