અમદાવાદઃ કોન્ટ્રાક્ટરની દાદાગીરી, મજૂરીના પૈસા આપવાના બદલે મારી નાખવાની ધમકી આપી, યુવકનો આત્મહત્યાનો પ્રયાસ


Updated: September 30, 2020, 9:43 PM IST
અમદાવાદઃ કોન્ટ્રાક્ટરની દાદાગીરી, મજૂરીના પૈસા આપવાના બદલે મારી નાખવાની ધમકી આપી, યુવકનો આત્મહત્યાનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

પલ્મ્બિંગનું કામ કરતા પંજાબ સિંગએ તેમના કોન્ટ્રાકટર પાસેથી લેણાં 40 હજાર રૂપિયા ના આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસની (coronavirus) મહામારી વચ્ચે લોકોના કામધંધા ઉપર ભારે અસર પહોંચી છે. લોકોના કામધંધા બંધ થતાં લોકો આત્મહત્યા (suicide) જેવું પગલું ભરતી હોવાની છાસવારે ઘટનાઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ વેપારીઓ અને કોન્ટ્રાક્ટરોની મનમાનીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા અને પલ્મ્બિંગનું કામ કરતા પંજાબ સિંગએ તેમના કોન્ટ્રાકટર (Contractor) પાસેથી લેણાં 40 હજાર રૂપિયા ના આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે શહેરના શાહીબાગમાં દફનાળા રોડ પર રહેતા ગોપાલજીની ચાલીમાં રહેતા રોહિત બગેલ એ પોલીસ ફરિયાદ આપેલ છે કે તેના પિતા પલ્મ્બિંગ કામ કરીને ગુજરાન ચલાવે છે. છેલ્લા બે વર્ષથી વિકાસ ભાઈ કે જેમનો કોન્ટ્રાક્ટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે ત્યાં કામ કરતા હતા. પંજાબ સિંગને વિકાસ પાસેથી મજૂરી ના રૂપિયા 40 હજાર બાકી નાં લેણાં નીકળતા હતા.

જે રૂપિયા વિકાસ આપતો ના હોવાથી તેમણે મજૂરી કામે જવાનું બંધ કરી દીધું હતું. અનેક વખત માંગણી કર્યા બાદ પણ રૂપિયા ના આપતા પંજાબ સિંગ એ લેખિત માં અરજી પણ આપી હતી. તે સમયે વિકાસ એ 10 દિવસમાં રૂપિયા આપી દેવાની બાંયધરી આપી હતી.

આ પણ વાંચોઃ-Video: નિવૃત્તીની ગણતરીની મિનિટો પહેલા સુરતના PI વી.એમ. મકવાણાનો વીડિયો વાયરલ થતા સપડાયા વિવાદમાં

જો કે આજે સવારે રૂપિયા ની તાતી જરૂરિયાત હોવાથી પંજાબ સિંગએ વિકાસ ને ફોન કર્યો હતો. જેમાં ભોગ બનનાર એ રૂપિયા માટે આજીજી કરતા વિકાસ એ ફોન કટ કરી દીધો હતો. બાદ માં પંજાબસિંગ નર્વસ થઈ ગયા હતા. અને તેના પુત્ર તેમજ પત્ની ને કહ્યું હતું કે વિકાસ એ પૈસા આપવાની ના પાડી છે અને ધમકી આપી છે કે હવે પછી પૈસા માંગીશ તો જાન થી મારી નાંખીશ અને તારા પરિવાર ને તબાદ કરી નાંખીશ.

આ પણ વાંચોઃ-સુરતઃ લોકોને દંડ ફટકારતી પોલીસના પુત્રો જ ગાઈડલાઈનનો ભંગ કરતા કેમેરામાં થયા કેદ, જુઓ videoઆ પણ વાંચોઃ-ગુજરાત પર નવો ખતરો! corona વચ્ચે કોંગો ફિવર ફેલાવાની આશંકા, આ તાવની પણ નથી કોઈ વેક્સીન

ત્યારબાદ પંજાબ સિંગ તેમના મકાનના ઉપરના માળે ગયા હતા. અને થોડી વારમાં નીચે આવીને ઉલ્ટી કરીને પડી ગયા હતા. જેથી તેમના પુત્રે કારણ પૂછતા કહ્યું હતું કે રૂપિયાની જરૂરિયાત હોવા છતાં વિકાસે પૈસા ના આપતા અને ધમકી આપતા તેમણે વંદા મારવાનો ચોક ખાઈ ગયા છે. તેમજ સેનિટાઈઝર પી ગયા છે.

જેમની તબિયત બગડતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસએ ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: September 30, 2020, 9:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading