અમદાવાદ : 'એક ફૂલ દો માલી'! - બે PSI વિવાદમાં આવ્યા, પરિણીતાએ લગાવ્યો ગંભીર આરોપ

અમદાવાદ : 'એક ફૂલ દો માલી'! - બે PSI વિવાદમાં આવ્યા, પરિણીતાએ લગાવ્યો ગંભીર આરોપ
PSI સામે ફરિયાદ

વાડજ પોલીસ સ્ટેશનના બે PSI વિવાદમાં આવ્યા છે. એક નિવૃત્ત પીએસઆઇની પરીણિત પુત્રીએ તપાસના નામે છેડતી અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

  • Share this:
અમદાવાદ: અમદાવાદમાં વાડજ પોલીસ સ્ટેશનના બે PSI વિવાદમાં આવ્યા છે. એક નિવૃત્ત પીએસઆઇની પરિણીત પુત્રીએ તપાસના નામે છેડતી અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. પરંતુ અગાઉ પરિણીતાના પોલીસ પ્રેમી દારૂના નશામા પકડયા હોવાથી બદલો લેવા ફરિયાદ થઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે આ ઘટનામાં હાલ 'એક ફૂલ દો માલી' જેવો ઘાટ ઘડાયો છે.

વાડજ પોલીસ સ્ટેશનમાં વધુ એક પોલીસ કર્મચારી વિવાદમાં આવ્યો છે. એક પરણિતાએ પીએસઆઈ પર શારીરીક છેડતીનો આરોપ કર્યો છે. ઘટના કંઈક એવી છે કે, વાડજ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજવતા પીએસઆઈ આર આર મિશ્રા વિરૂધ્ધ પરણિતાએ ગંભીર આક્ષેપ કર્યા છે. નવ મહિના પહેલા પરિણીતાના પતિ ગૂમ થયા હતા ત્યારે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ PSI આર આર મિશ્રાએ વૉટ્સએપ મેસેજ અને આશ્રમ રોડ ખાતે આવેલ એક હોટેલમાં તેને બોલાવી હતી અને તેની સાથે શારીરિક બળજબરી કરી હતી. ત્યારે બીજા PSI સામે ફરિયાદ ન નોંધવા માટે ધાક ધમકી આપ્યાનો આક્ષેપ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.આ પણ વાંચોરાજકોટમાં ખળભળાટ! PSI જેબલિયા સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા, જાણો - કેવું કાવતરૂ રચ્યું હતું

આ ઘટના બાદ નવ મહિના બાદ ફરી ફરિયાદ કરવા પાછળ બદલો લેવાની ભાવના હોવાની પોલીસ બેડામા ચર્ચા થઈ રહી છે. વાડજ પોલીસ સ્ટેશનમા થોડા દિવસ અગાઉ મુકુન્દસિંહ રહેવર નામના એક પોલીસ હેડ કોન્સ્ટેબલને નશાની હાલતમાં ઝડપી પાડી ગુનોં નોંધ્યો હતો. જે ગુનાની તપાસ વાડજ પોલીસ સ્ટેશનના PSI આર આર મિશ્રા કરી રહયા હતા.

પોલીસ હેડ કોન્સેટબલ દારૂના નશામા હોવાની જાણ પણ મહિલાએ કરી હતી. અને છેડતીનો આરોપ લગાવ્યા બાદ ફરિયાદ પાછી ખેંચી હોવાનુ સામે આવ્યુ હતુ. પંરતુ પીએસઆઈ મિશ્રાએ દારૂના નશાનો કેસ કરતા જેની અદાવત રાખીને પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકુન્દસિંહ રહેવર મહિલાને કહી ને PSI વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું મનાઇ રહ્યું છે.

મહત્વનુ છે કે પોલીસ સૂત્રો એ પણ જણાવી રહયા છે કે, પરણિતા અને પોલીસ કોન્સ્ટેબલ મુકુન્દસિંહ રહેવર વચ્ચે મીઠી મિત્રતા છે જેના કારણે આ બંને PSI સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે સવાલ એ થઇ રહયા છે કે નવ મહિના પહેલાની ઘટનામાં શું તપાસ અધિકારી ને PSI વિરુદ્ધના કોઈ પુરાવા મળશે કે કેમ?
Published by:kiran mehta
First published:July 14, 2020, 17:55 pm

ટૉપ ન્યૂઝ