અમદાવાદ : હાથરસ કાંડના પડઘા હજુ સમ્યા પણ નથી અને અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળી લોકો આવા નરાધમ વિરુદ્ધ ફિટકાર વરસાવે. અમદાવાદમાં દાણીલીમડામાં એક માસૂમ બાળકીને રમકડાની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દેશમાં દિવસેને દિવસે દુષ્કર્મના અને મહિલા ઉપર અત્યાચારના અનેક બનાવો સામે આવ્યા છે. તો પણ હજુ એવા કેટલાએ નરાધમો છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. અને હવસની ભૂખ સંતોષવા માટે ફૂલ જેવી બાળકીઓને પણ ભોગ બનાવતાં અચકાતા નથી. આવો જ એક બનાવ શહેરના દાણીલીમડા વિસ્તારમાં જોવા મળ્યો છે. રમકડા અપાવવાની લાલચ આપીને નરાધમે માસુમ બાળકીને ભોગ બનાવી છે.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક હવસખોર નરાધમે પોતાની હવસની ભૂખ સંતોષવા માટે ફૂલ જેવી છ વર્ષની બાળકીને શિકાર બનાવવાની કોશિશ કરી છે. છ વર્ષની બાળકી તેની સહેલી કે જેની ઉંમર સાત વર્ષની હતી, તેની સાથે ઘરની બહાર રમી રહી હતી. તે દરમિયાન આ નરાધમે તેને રમકડા અપાવવાની લાલચ આપી હતી. અને બંને બાળકીઓને પોતાની સાથે એક બંધ મકાનમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકો સાથે અડપલા કર્યા બાદ દુષ્કર્મ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે બાળકીએ બૂમાબૂમ કરતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધમાં પોક્સો અંતર્ગત ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
જામનગર : પાંચ દિવસમાં 4 બળાત્કાર, 'સાવન શાહે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું'
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. જોકે પોલીસને કેટલાક સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે. જોકે જે વિસ્તારમાં ઘટના બની છે, તે ગીચ વિસ્તાર છે, અને આ વિસ્તારમાં નરાધમ દ્વારા કૃત્ય કરતા પોલીસને એવી પણ આશંકા છે કે, આરોપી વિસ્તારથી પરિચિત હોઈ શકે છે અથવા તો આસપાસના વિસ્તારનો રહેવાસી હોઈ શકે છે.
નવસારી: એક જ દિવસમાં બે બળાત્કાર, ત્રણ પીતરાઈ ભાઈએ બહેનને પીંખી
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં પણ છેલ્લા પાંચ દિવસમાં ચાર બળાત્કારની ઘટના સામે આવી છે, આ બાજુ નવસારીમાં એક જ દિવસમાં બે બળાત્કારની ઘટના સામે આવી છે. આ સિવાય ક્રાઈમ રેકોર્ડના આંકડા કહે છે કે, રાજ્યમાં એક દિવસમાં રોજ ત્રણ બળાત્કારની ઘટના નોંધાય છે. ખરેખર સમાજ માટે આ ખુબ ગંભીર બાબત ગણાય.