અમદાવાદ: કોરોના યોદ્ધાની સેવાથી પ્રભાવિત, એક વ્યક્તિએ હોસ્પિટલને ત્રણ ટુ- વ્હીલર ભેટ આપી દીધા


Updated: July 31, 2020, 11:46 PM IST
અમદાવાદ: કોરોના યોદ્ધાની સેવાથી પ્રભાવિત, એક વ્યક્તિએ હોસ્પિટલને ત્રણ ટુ- વ્હીલર ભેટ આપી દીધા
કોરોના વોરિયર્સને સ્કૂટર ભેટમાં આપ્યા

મને કોરોના થયો હોત તો મારા બચાવ માટે મે લાખો રૂપિયા ખર્ચે કરી નાંખ્યા હોત, પરંતુ આપણી સેવા કરતા આ કોરોના યૌદ્ધા એવા ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ માટે કોણ રૂપિયા વાપરે, એટલે આ વિચાર આવ્યો

  • Share this:
સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી વચ્ચે લડી રહ્યો છે . ત્યારે ઐ લડાઇમા યૌદ્ધા તરીકે ડોક્ટર , નર્સ અને મેડિકલ સ્ટાફ એક સાચા યૌદ્ધા તરીકે દિવસ રાત્ર મહેનત કરી રહ્યા છે . ત્યારે આ વોરિયર્સ માટે અનોખી ભેટ આપવાનો વિચાર શિરીષ કુમાર ગર્દને આવ્યો છે, અને તેઓ અમદાવાદ કિડી હોસ્પિટલ સ્ટાફ માટે ત્રણ ટુ વ્હિલર ફીમાં ભેટ સ્વરૂપે આપી દીધા હતા .

ન્યુઝ૧૮ ગુજરાત સાથે ખાસ વાતચિત કરતા હીરો મોટસૅ કંપનીના કલોલ સ્થિત શક્તિ મોટસૅ ડીલરના માલિક શિરીશકુમાર ગગૅ કહ્યું હતુ કે, 'આ વિચાર મને એટલા માટ આવ્યો કે જો કદાચ મને કોરોના થયો હોત તો મારા બચાવ માટે મે લાખો રૂપિયા ખર્ચે કરી નાંખ્યા હોત. પરંતુ અમારી સેવા કરતા આ કોરોના યૌદ્ધા એવા ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ માટે કોણ રૂપિયા વાપરે'.

આ પણ વાંચો - હેલ્થ વર્કર્સને મળશે Corona વેક્સીનનો પહેલો ડોઝ? સરકાર કરશે અંતિમ નિર્ણય

તેમણે કહ્યું કે, 'આથી મને આ વિચાર આવ્યો કે, આપણે કોરોના વોરિયર્સ કોઇ પણ રીતે મદદ કરવી જોઇએ. આથી અમદાવાદ કીડીની હોસ્પિટલના મેડિકલ સ્ટાફ માટે ત્રણ ટુ વ્હિલર ભેટમાં આપવાનો નિર્ણય કર્યો હતો. કીડની હોસ્પિટલ સાથે છેલ્લા અનેક વર્ષથી જોડાયેલ છું. અહીંની ટીમની કામગીરી સારી છે. આથી કોરોના મહામારી વચ્ચે કોઇ મદદ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે '.કોરોના વૈશ્વિક મહામારીમાં દિવસ-રાત દર્દીઓની સેવામાં કાર્યરત સિવિલ હોસ્પીટલના ત્રણ કોરોના વોરિયર્સને નિ:શુલ્ક ટુ-વ્હીલરની ભેટ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કિડની હોસ્પીટલ(સિવિલ હોસ્પીટલ)ના ડિરેક્ટર ડૉ.વિનીત મિશ્રાને અર્પણ કર્યા હતાં. આ પ્રસંગે વિધાનસભા પ્રભારી પૂનમબેન બાજપાઈજી તથા ગોતા વોર્ડ કાઉન્સીલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
Published by: kiran mehta
First published: July 31, 2020, 11:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading