શેરબજારમાં રોકાણ કરાવીને તગડો નફો કરાવી આપવાની લાલચ આપી રૂપિયા પડાવતી ગેંગની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી ઓ ફરિયાદીનું ડિમેટ એકાઉન્ટ ખોલાવી લાખ્ખો રૂપિયાનું રોકાણ કરાવીને રૂપિયા પડાવી લીધા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમમાં શાલિની ઠાકર નામની વ્યક્તિએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે આરોપીઓએ અલગ અલગ મોબાઈલ પર થી તેમને ફોન કરીને પોતાની બ્રોકીંગ ફર્મ પ્રોમોટ બ્રોકિંગ લિમિટેડમાં શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેવી લોભામણી લાલચ આપી હતી. આરોપી ઓએ તેમની ફર્મમાં ફરિયાદીનું ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે વોટસએપ પર ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા.અને અલગ અલગ શેરમાં કુલ 19 લાખ 81 હજારનું રોકાણ કરાવ્યું હતું.
જોકે બદલા માં તેમને કોઈ શેરનું બિલ કે નફો આપ્યો નહોતો. જ્યારે પી એન્ડ એલ ઇ-મેઇલથી મોકલી ફરિયાદીનાં રૂપિયા ઉપાડી લીધા હતા. જો કે બાદમાં કોઈ વળતર ના આપતા અંતે ફરિયાદીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આરોપીઓ મધ્ય પ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : અંકલેશ્વર : બંદૂકની અણીએ 3.29 કરોડનું સોનું લૂંટાયું, 6866 ગ્રામ Gold લૂંટનારા CCTVમાં કેદ
પોલીસે સત્ય નારાયણ યાદવ, આશિષ યાદવ અને રશ્મિ સોની નામના ત્રણ આરોપી ઓની ધરપકડ કરી છે. હાલ માં પોલીસ એ તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
દિવાળી પહેલા શૅર બજારમાં રેકોર્ડબ્રેક તેજી, રોકાણકારોએ કમાયા 2 લાખ કરોડ રૂપિયા
મેરિકામાં જો બાઇડન (Joe Biden) રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યા બાદ આજે ભારતીય બજારો (Indian Stock Markets)માં રેલી જોવા મળી છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસ એટલે સોમવારે દુનિયાભરના બજારોથી મળેલા મજબૂત સંકેતોના દમ પર BSEનો 30 શૅરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ Sensex 600 પોઇન્ટ ચઢીને 42500ના નવા શિખર પર પહોંચી ગયો. બીજી તરફ NSEનો 50 શૅરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 12430ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકાના બજારોમાં ઐતિહાસિક ઇલેક્શન રેલી (શૅર બજારમાં તેજી) ચાલુ છે, જેની અસર દુનિયાભરના બજારો પર જોવા મળી રહી છે.