ગુજરાતમાં coronaએ પકડી ગતિ! વધુ 575 નવા કેસો, વધુ 45,974 લોકોને અપાઈ રસી
ગુજરાતમાં coronaએ પકડી ગતિ! વધુ 575 નવા કેસો, વધુ 45,974 લોકોને અપાઈ રસી
પ્રતિકાત્મક તસવીર
આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગભીર બિમારી ધરાવતા કુલ 33,703 વ્યક્તિઓનું રસીકરણ કરાયુ. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી (local body election) બાદ કોરોના વાયરસના કેસોમાં (coronavirus) ધમી ધીમે વધારો થઈ રહ્યો છે. આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના (Gujarat corona update) વિવિધ જિલ્લાઓમાં નવા કુલ 575 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે એક કોરોના દર્દીનું મોત થયું હતું. બીજી તરફ 459 લોકો કોરોનામાંથી મુક્ત થઈને ઘરે પરત ફર્યા છે. આજે કુલ 45,974 વ્યક્તિઓને કોરોના રસી (corona vaccine) આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ તરફથી આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 1409244 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 3,41,437 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગભીર બિમારી ધરાવતા કુલ 33,703 વ્યક્તિઓનું રસીકરણ કરાયુ. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે અને કોરોનાના કેસો કાબુમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં બોટાદ અને ડાંગ એમ કુલ 02 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં કોવિડ-19ના 575 દર્દીઓ નોંધાયા છે અને 97.24 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,65,831 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.