અમદાવાદમાં Corona બેકાબૂ, જાણો કયા-કયા વધુ 14 વિસ્તાર માઈક્રો કન્ટેઈમેન્ટ જાહેર થયા? સુપરસ્પ્રેડરની તપાસ કરાશે


Updated: July 7, 2020, 11:05 PM IST
અમદાવાદમાં Corona બેકાબૂ, જાણો કયા-કયા વધુ 14 વિસ્તાર માઈક્રો કન્ટેઈમેન્ટ જાહેર થયા? સુપરસ્પ્રેડરની તપાસ કરાશે
અમદાવાદમાં વધુ 14 એરિયા માઈક્રો કન્ટેઈમેન્ટ જાહેર કરાયા

સુપરસ્પ્રેડર્સની આરોગ્ય તપાસનો બીજા રાઉડન્સ શરૂ થશે, શાકભાજી, કરિયાણા બાદ હવે હેરકટિંગ સલુન, પાન ગલ્લાઓ વગેરેની પણ કરાશે તપાસ.

  • Share this:
અમદાવાદ : શહેરમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળ્યો છે. શહેરમાં હવે પૂર્વ અને કોટ વિસ્તાર બાદ નદીના આ પાર પશ્ચિમ વિસ્તાર કોરોના વાયરસ સંક્રમણ વધતા અનેક કડક નિર્ણય એએમસી દ્વારા લેવામા આવ્યા છે. શહેરમા વધુ ૧૪ વિસ્તાર/ સોસાયટી માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારના સમાવેશ કરાયો છે. તો ૧૨૭ પહેલાના માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાથી ૩ વિસ્તાર માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાથી મુક્ત કરાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અનેક પગલા એએમસી દ્વારા લેવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતાને મળેલી બેઠકમાં કમિશનર મુકેશ કુમાર, તથા ઝોનના વિવિધ ડેપ્યુટી કમિશનર, હેલ્થ અધિકારી હાજર રહ્યા હતા. બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શહેરના અગાઉના કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તાર અને વર્તમાન સ્થિતિ અંગે સમિક્ષા કરી હતી. વિસ્તૃત ચર્ચા બાદ વધુ ૧૪ વિસ્તાર માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તારના સમાવેશ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ૧૪ વિસ્તાર પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન વિસ્તારના છે. આથી હવે પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારમાં કોરોના સંક્રમણ વધ્યું હોવાનું બહાર આવ્યું છે.

અમદાવદા શહેરમાં કુલ ૧૨૭ માઇક્રો કન્ટેઇમેન્ટઝોન વિસ્તારના વધુ ૧૪ વિસ્તારનો ઉમેરો કરાયો છે . તો ૩ વિસ્તારને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાઇ છે. એએમસી દ્વારા માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તાર ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કીનીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સદર સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલ કોરોના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.

વધુ 14 વિસ્તાર માઈક્રો કન્ટેઈમેન્ટ થયા


સુપરસ્પ્રેડરની તપાસનો બીજો રાઉન્ડ શરૂ થશે

અમદાવાદ શહેરમાં સુપરસ્પ્રેડર્સની આરોગ્ય તપાસનો બીજા રાઉડન્સ શરૂ થશે, શાકભાજી, કરિયાણા બાદ હવે હેરકટિંગ સલુન, પાન ગલ્લાઓ વગેરેની પણ કરાશે તપાસ.ગત મે મહિનામાં અમદાવાદ શહેકમા સુપરસ્પ્રેડર્સની માટેની અગાઉ વિશેષ ઝુંબેશ દરમિયાન ૩૩ હજાર ૫૦૦ કરતા વધુ સુપરસ્પ્રેડર્સની આરોગ્ય તપાસણી કરી ૧૨ હજાર ૫૦૦થી વધુ ટેસ્ટ કરવામાં આવેલ હતા, અને તેમાં કોરોના પોઝિટીવ જણાવેલ ૭૦૦ જેટલા સુપરસ્પ્રેડર્સની ઓળખ શક્ય બની હતી. જે અમદાવાદ શહેરમાં સંક્રમણ નિયંત્રણ રાખવા માટે ખુબ ઉપયોગ થયેલ

શહેરના નાગરિકોને સુપરસ્પ્રેડર્સ થતી સંક્રમતિ કોરોના સંક્રમણથી બચાવવા હવે શહેરમાં ફરી એકવાર સુપરસ્પ્રેડર્સ આરોગ્ય તપાસનો વધુ એક રાઉન્ડ શરૂ કરવાનો નિર્ણય એએમસીએ કર્યો છે. શહેરના ૪૮ વોર્ડમા ૪૮ ટીમો બનાવીને સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સુપરસ્પ્રેડર્સ જેવા ફળો, શાકભાજી, દૂધ, કરિયાણુ, દવાઓ વગેરેની વિક્રેતાઓના કોરોના માટે એન્ટીજન ટેસ્ટ કરી નવેસરથી હેલ્થ કાર્ડ આપવામાં આવશે.

સુપરસ્પ્રેડર્સ માટે આ ફરીથી થતી સઘન ઝુંબેશમાં પાણી પુરીવાળા, સમોસાવાળા વગેરે છુટક ફેરિયાઓ, લારી ગલ્લાવાળા, હેર કંટિગ સલુન વગેરેનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કરાયો છે. અગાઉ જેમણે માટે આરોગ્ય તપાસણી કરાવીને હેલ્થ કાર્ડ મેળવેલ છે, તેમણે પોતાનું હેલ્થ કાર્ડ સાથે લઇને ટેસ્ટ માટે આવવાનું રહેશે.
Published by: kiran mehta
First published: July 7, 2020, 10:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading