અમદાવાદઃ ટ્રાફિકનો દંડ ભરવા અંગે મિત્રની હત્યા, બાઈક ચલાવવા લઇ ગયો હતો મૃતક

News18 Gujarati
Updated: December 1, 2019, 5:27 PM IST
અમદાવાદઃ ટ્રાફિકનો દંડ ભરવા અંગે મિત્રની હત્યા, બાઈક ચલાવવા લઇ ગયો હતો મૃતક
મૃતક યુવકની તસવીર

મયુરને ટ્રાફિક પોલીસે દંડ કરતા બાઈક જમા લીધી હતી અને બાઈક અમૃત છોડાવી હતી પરંતુ દંડના અડધા રૂપિયા મયુરે આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તે આપતો ન હતો.

  • Share this:
અમદાવાદના (Ahmedabad) ગોમતીપુર વિસ્તારમાં એક હત્યાનો (Murder) બનાવ બનતા પોલીસે (Police) ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદી સુરેશ ભાઈએ ફરિયાદ લખાવી છે કે આરોપી મયુરે તેના ભાઈ ગિરીશ પરમારની દંડ ભરવા બાબતે હત્યા કરી નાખી છે.

પોલીસે ફરિયાદ લીધી છે અને આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કેહવું છે કે અમૃત ભાઈ પરમાર જે ગિરીશના મિત્ર છે અને તેમને પોતાની બાઈક ગિરીશને આપી હતી. અને તે બાઈક ગિરિશે મયુરને ચલાવવા માટે આપી હતી.

આ પણ વાંચોઃ-નશામાં ધૂત મહિલાઓ સાથે રેપ કરનાર આ બે સિંગરને મળી કડક સજા

મયુરને ટ્રાફિક પોલીસે દંડ કરતા બાઈક જમા લીધી હતી અને બાઈક અમૃત છોડાવી હતી પરંતુ દંડના અડધા રૂપિયા મયુરે આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તે આપતો ન હતો.

આ પણ વાંચોઃ-CM રૂપાણીનો ગહલોતને પડકાર : હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવો

આ બાબતે ગિરીશ, મયુર અને અમૃત 30 નવેમ્બરના રોજ ગોમતીપુરમાં ભેગા થયા હતા. અમૃત દ્વારા મયુર પાસેથી રૂપિયા માંગવામાં આવ્યા પરંતુ મયુર રૂપિયા નહીં આપી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ગિરીશ વચ્ચે પડતા મયુરે તેને ગાળો બોલી માર માર્યો હતો.આ પણ વાંચોઃ-સુરત : મોબાઇલ ચોરોની મોટી ગેંગ ઝડપાઈ, 11 લાખના ફોન, નોટ ગણવાનું મશીન મળી આવ્યુું

ગિરીશને ગંભીર ઇજા થઈ જેથી તેને સારવાર માટે હોસ્પિટલ (Hospital) લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
First published: December 1, 2019, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading