હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, લૉન લેનારે જે શહેરમાંથી લોન લીધી હોય તેજ શહેરમાં ચેક બાઉન્સનો કેસ કરાય

News18 Gujarati
Updated: October 12, 2019, 10:34 PM IST
હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, લૉન લેનારે જે શહેરમાંથી લોન લીધી હોય તેજ શહેરમાં ચેક બાઉન્સનો કેસ કરાય
કોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે, બેન્કમાંથી લોન લેનાર વ્યક્તિએ જે શહેરની બ્રાન્ચમાંથી લોન લીધી હોય, એટલે કે લૉન લેનાર વ્યક્તિ જે શહેરમાં રહેતી હોય તેજ શહેરમાં બેંક ચેક બાઉન્સનો કેસ કરી શકાય

કોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે, બેન્કમાંથી લોન લેનાર વ્યક્તિએ જે શહેરની બ્રાન્ચમાંથી લોન લીધી હોય, એટલે કે લૉન લેનાર વ્યક્તિ જે શહેરમાં રહેતી હોય તેજ શહેરમાં બેંક ચેક બાઉન્સનો કેસ કરી શકાય

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે આજે સિદ્ધાર્થ એક્સપોર્ટ્સ દ્વારા કોટક મહિન્દ્રા બેંક લી. વિરુદ્ધ પિટિશનમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે, બેન્કમાંથી લોન લેનાર વ્યક્તિએ જે શહેરની બ્રાન્ચમાંથી લોન લીધી હોય, એટલે કે લૉન લેનાર વ્યક્તિ જે શહેરમાં રહેતી હોય તેજ શહેરમાં બેંક ચેક બાઉન્સનો કેસ કરી શકે.

એટલે કે, જો વ્યક્તિ કોઈ એક શહેરમાં રહેતી હોય અને બેંકની મુખ્ય કચેરી કોઈ બીજા શહેરમાં હોય તો પણ બેંક ચેક બાઉન્સ થયાના કેસમા લૉન લેનાર વ્યક્તિ જે શહેરમાં રહેતી હોય તે શહેરમાં જ ચેક બાઉન્સનો કેસ કરી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ એક્સપોર્ટ્સ દ્વારા કોટક મહિન્દ્રા બેંક લી. વિરુદ્ધ એક પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સિદ્ધાર્થ એક્સપોર્ટ્સ તે દિલ્હીના નોઇડા ખાતે છે. કોટક મહિન્દ્રા બેન્કને તેમણે લૉન પેટે આપેલો ચેક બાઉન્સ થતા અમદાવાદની ઇન્સ્ટ્રુમેન્ટલ નેગોશિયેબલ એક્ટ કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે તે ગેરકાયદેસર છે અને ફક્ત તેમને હેરાન કરવા માટે જ અમદાવાદની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તેમણે દિલ્હીના નોઈડા ખાતેની બ્રાન્ચમાંથી લોન લીધી હતી. તેથી જો આ કેસ બેંકે ચલાવવો હોય તો દિલ્હી ખાતેની કોર્ટમાં તેમણે કેસ કરવો જોઈએ. સામે પક્ષે કોટક મહિન્દ્રા બેન્કે એવી દલીલ કરી હતી કે અમે ચેક અમદાવાદ ખાતે ભર્યો હતો અને તે અમદાવાદ ખાતે બાઉન્સ થયો હોવાથી અમે અમદાવાદની કોર્ટમાં કેસ કરી શકીએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને પીટીશન કરતાના વકીલ દ્વારા ટાંકવામાં આવેલા સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં લઈને હાઈકોર્ટે ઉપર મુજબનો હુકમ કરી કેસનો નિકાલ કર્યો હતો.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर