રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, ભત્રીજીના લગ્ન માટે લાવેલા રૂપિયાની ચોરી


Updated: October 31, 2020, 7:23 AM IST
રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, ભત્રીજીના લગ્ન માટે લાવેલા રૂપિયાની ચોરી
પ્રતિકાત્મક તસવીર

અજાણ્યા સ્થળોએથી શટલ રીક્ષામાં બેસો ત્યારે આસપાસના પેસેન્જરોથી સાવધાન, નહીતર રડવાનો વારો આવી શકે છે, વાંચો આ ચેતવણીરૂપ કિસ્સો

  • Share this:
અમદાવાદ - રિક્ષામાં મુસાફરી (Rickshaw) કરતા મુસાફરો માટે ચેતવણીરૂપ (Warning) કિસ્સો શહેરના નરોડા (Naroda) વિસ્તારમાં જોવા મળ્યો છે. રાજસ્થાનથી ભાઇની દીકરીના લગ્ન માટે ખર્ચ ના રૂપિયાની સગવડ કરવા માટે અમદાવાદ આવવું એક વ્યક્તિને ભારે પડ્યું છે.  રાજસ્થાનના દલપત સિંહ ચાવડા (Dalpatsinh Chawada) તેમના ભાઈની દીકરીના લગ્ન હોવાથી રૂપિયાની સગવડ કરવા માટે તેમના સગાને ત્યાં આવ્યા હતાં. જ્યાં દસક્રોઈ દેના બેંક માંથી તેમણે રૂપિયા આઠ હજાર ઉપાડ્યા હતાં અને અગાઉ તેમના મિત્ર ને ઉછીના આપેલ એક લાખ રૂપિયા પરત લીધા હતા. બાદ માં તેમને કઠવાડા જી.આઈ.ડી.સી માંથી ભત્રીજા પાસે થી રૂપિયા 15 હજાર લઈને રીક્ષામાં બેસીને દહેગામ સર્કલ આવ્યા હતા.

ત્યાંથી તેઓને તેમના ભાભી ને ત્યાં ગેલેક્ષી 88 દહેગામ રોડ જવાનું હોવાથી રીક્ષા ઊભી રાખવી રીક્ષા માં બેઠા હતા. આ સમયે તેમની પાસે એક ખિસ્સા માં 1 લાખ 18 હજાર અને બીજા ખિસ્સા માં રૂપિયા 5 હજાર હતા. રીક્ષા માં પાછળની સાઇડમાં બે પેસેન્જર જ્યારે ડ્રાઇવરની બાજુમાં એક પેસેન્જર બેઠો હતો. જોકે, થોડે આગળ જતાં રીક્ષા ડ્રાઇવરે તેની બાજુમાં બેસેલ ઈસમને આગળ પોલીસ હોવાનુ કહી ને પાછળની સીટમાં બેસાડ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાત પ્રવાસનો બીજો દિવસ : PM મોદી યોગ પ્રાણાયમ કરીને સરદારની પ્રતિમાના ચરણ પૂજન કરશે

બાદ માં ગેલેક્ષી આવી જતા ફરિયાદી રીક્ષામાંથી નીચે ઉતરતા જ ભાડું આપે તે પહેલાં રીક્ષા ડ્રાઇવર એ રીક્ષા હંકાવી દીધી હતી. જેથી ફરિયાદી ને શંકા હતી તેમણે ખિસ્સા માં જોતા રૂપિયા 1 લાખ 18 હજારની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે, બનાવની જાણ તેમના સંબંધીને કરતા તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલ માં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રીક્ષામાં ડ્રાઇવર સહિત કુલ ચાર જણા સવાર હોવાનુ જાણવા મળ્યુ છે.આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાના નવા 969 કેસ, 1027 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ વધીને 90.17 ટકા

આમ અમદાવાદ શહેરમાં રીક્ષા ગેંગે આતંક મચાવ્યો છે, પેસેન્જરના સ્વાંગમાં ફરતા ગઠિયા દ્વારા સામાન્ય માણસના ખીસ્સા કાપી લેવામાં આવે છે અને તેના કારણે આવા કિસ્સામાં તો દીકરીઓના લગ્ન અટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. જોકે, સામાન્ય માણસ સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શકે કે તેમની સાથે રીક્ષામાં આવી ઠગાઈ થઈ શકે છે પરંતુ આસપાસના પેસેન્સજરોના સ્વાંગમાં ચોર ટોળકી જ બેસેલી હોય છએ. સુરતમાં પણ આ પ્રકારનો આતંક વધતા થોડા સમય પહેલાં જ રીક્ષા ગેંગ પકડાઈ હતી.
Published by: Jay Mishra
First published: October 31, 2020, 7:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading