અમદાવાદઃ વોક કરવા નીકળેલી બિલ્ડરની પુત્રીના પાછળના ભાગે મારી હતી ટપલી, ફૂડ ડિલિવરી બોય ઝડપાયો

અમદાવાદઃ વોક કરવા નીકળેલી બિલ્ડરની પુત્રીના પાછળના ભાગે મારી હતી ટપલી, ફૂડ ડિલિવરી બોય ઝડપાયો
પકડાયેલા આરોપીની તસવીર

બિલ્ડરની 22 વર્ષીય પુત્રી વોક કરવા નીકળી હતી ત્યારે તે સમયે અચાનક પાછળથી આવેલા એક્ટિવા ચાલક યુવકે યુવતીને પાછળના ભાગે ટપલી મારી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના સેટેલાઈટના જોધપુર ગામમાં બંધન પાર્ટી પ્લોટ નજીક બિલ્ડરની પુત્રીની છેડતી (builder's daughter molestation) કરનાર સ્વિગી- ઝોમેટો કંપનીના (swiggi-zomato) ફૂડ ડિલિવરી બોયની (Food Delivery Boy) આનંદનગર પોલીસે (AnandNagar Police station) ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના (CCTV Footage) આધારે મંગળવારે ઝડપી લીધો છે.

યુવતીના પાછળના ભાગે ટપલી મારી ફરાર થયો હતો યુવક


સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં બિલ્ડરની 22 વર્ષીય પુત્રી તેના ઘરેથી વોક કરવા માટે નીકળી હતી. તે ચાલતી ચાલતી જોધપુર ગામમાં આવેલા બંધન પાર્ટી પ્લોટ પાસે પહોંચી હતી. તે સમયે અચાનક પાછળથી આવેલા એક્ટિવા ચાલક યુવકે યુવતીને પાછળના ભાગે ટપલી મારી હતી. બાદમાં યુવક એક્ટિવા લઈ પુરઝડપે ફરાર થઈ ગયો હતો.

યુવતીએ ઘરે જઈને પરિવારને કરી હતી વાત
યુવતીએ ઘરે જઈ પરિવારને વાત કરી હતી. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ ટીમોએ સીસીટીવી ફુટેજથી તપાસ હાથ ધરી હતી.  આનંદનગર પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ જોતા એક એક્ટિવા ચાલક જતા દેખાયો હતો અને તેના આધારે પોલીસ આરોપી આશિષ ઠાકોરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો Gold-Silverની નવી કિંમતો, હજી ભાવ વધવાનું અનુમાન

મિત્રનું એક્ટિવા લઈને નીકળ્યો હતો ફૂડ ડિલિવરી બોય
આનંદ નગર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે.બલોચે જણાવ્યું હતું કે સેટેલાઇટમાં ગોકુલ આવાસમાં જ રહેતો યુવક આશિષ ઠાકોર મિત્રનું એક્ટિવા લઇ ત્યાંથી નીકળ્યો હતો અને યુવતીને જોતા તેની છેડતી કરી નાસી ગયો હતો.

આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! કુરકુરેની લાલચ આપી ભાણીને ખેતરમાં લઈ જઈ મામાએ દુષ્કર્મ બાદ કરી હત્યા, સ્થળ ઉપરથી કપડા અને કુરકુરેનું પેકેટ મળ્યું

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! 'લલ્લાને મારી નાંખ્યો છે, હવે હું આત્મહત્યા કરી રહ્યો છું' ભાણાની હત્યા કર્યા બાદ મામાનો આપઘાત

સીસીટીવમાં એક્ટિવા પરત જતો દેખાયો હતો આરોપી
સીસીટીવી ફુટેજમાં આરોપી એક્ટિવા પર જતાં દેખાતા તપાસ બાદ ઝડપી પૂછપરછ કરી હતી. આરોપી સ્વીગી અને ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું અને પરચુરણ કામ કરે છે. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે.સુરતમાં ગંદા ઇશારા કર્યા બાદ પરિણીતાનો પકડ્યો હતો હાથ
ઉલ્લેખનયી છે કે સુરતમાં પણ એક આવી ઘટના બની હતી. જેમાં મેનેજરની પત્ની દૂધ લેવા જતી હતી ત્યારે રોમિયોએ તેને ગંદા ઈશારા કર્યા બાદ તેનો હાથ પકડી પાડ્યો હતો. સોસાયટીના ગેટ પાસે બાઈક પર આવી છીછીછ છીછીછ ઈશારા કરી ઍક ચીઠ્ઠી બતાવી હાથ પકડી લઈ મોબાઈલ નંબર છે લઈ લે તેમ કહેવા લાગ્યો હતો. પરિણીતા ગભરાઈ ગઈ હતી. અને ગભરાયેલી પરિણીતાએ હાથ છોડાવી ઘરે ચાલી ગઈ હતી. જોકે, રોજ રોજની આવી ઘટનાથી ત્રાસીને પરિણીતાએ તેના પતિને જાણ કરી હતી. અને ત્યારબાદ રોડ સાઈડ રોમિયો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Published by:ankit patel
First published:October 21, 2020, 22:57 pm

ટૉપ ન્યૂઝ