અમદાવાદઃ પોલીસની મોટી ગોઠવણ! જનતાને આપેલા મેમોનો સંગ્રહ કરી રહી છે પોલીસ, જાણો શું કામ?

અમદાવાદઃ પોલીસની મોટી ગોઠવણ! જનતાને આપેલા મેમોનો સંગ્રહ કરી રહી છે પોલીસ, જાણો શું કામ?
પ્રતિકાત્મક તસવીર

કેટલાક પોલીસકર્મીઓ કહે છે કે રોજનો 80નો ટાર્ગેટ શહેર પોલીસને આપવામાં આવ્યો છે. જેનું સુપરવિઝન એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ કરે છે.

  • Share this:
અમદાવાદ: કોરોનાનું સંક્રમણ (corona virus) ન ફેલાય તે માટે શહેર પોલીસ માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી કરે છે. જે લોકોએ માસ્ક (mask) ન પહેર્યું હોય તેની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે અને તેનો મેમો આપવામાં આવે છે. એક પોલીસ સ્ટેશન (police station) દીઠ 80 મેમો રોજના કરવાનો ટાર્ગેટ પણ અપાયો છે.

પણ હવે પોલીસ બેડામાં એવી ચર્ચા છે કે કેટલાય પોલીસ સ્ટેશનમાં 80 મેમોનો ટાર્ગેટ પૂર્ણ થઈ જાય અને તેનાથી વધુ મેમો ફાટે તો 80 ઉપરના મેમો પોલીસ સંગ્રહ કરી રાખે છે. જેથી બીજા દિવસે 80 મેમો ફાડવાની જફામારી ન રહે અને કામનુ ભારણ ઓછું થઈ જાય. બીજા દિવસના ટાર્ગેટમાં આ મેમો બતાવી કામગીરી બતાવવામાં આવે છે.છેલ્લા ઘણા સમયથી માસ્કના મેમો આપવાનું કામ શહેર પોલીસ કરી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે કરોડો રૂપિયા જનતા પાસેથી વસુલયા છે. જેમાં પોલીસ સાથે અનેક લોકોએ ઘર્ષણ પણ કર્યું છે. ત્યારે આ બધી વાતો વચ્ચે પોલીસબેડા માં એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ-

કેટલાક પોલીસકર્મીઓ કહે છે કે રોજનો 80નો ટાર્ગેટ શહેર પોલીસને આપવામાં આવ્યો છે. જેનું સુપરવિઝન એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ કરે છે. પણ હવે એક એવી ગોલમાલ અધિકારીઓ કરી રહ્યા છે જેનાથી કદાચ જનતા ની સાથે સાથે અધિકારીઓ પણ અજાણ છે. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ પોતાની અલગ આવડત બતાવી રહી છે.

આ પણ વાંચોઃ-

રોજના 80 ના ટાર્ગેટ પૂર્ણ તો કરવામાં આવી રહ્યા છે. પણ જે તે દિવસે 80થી વધુ મેમો ફાટે તો 80 થી ઉપરના જે મેમો હોય તે પોલીસ સાચવી રાખે છે. અને 10 15 જેટલા જે પણ મેમો હોય તેને બીજા દિવસ માટે રાખવામાં આવે છે. જેથી બીજા દિવસે એટલા મેમો ઓછા ફાડવા પડે.માસ્કના દંડના 80થી ઉપરના મેમોની ગણતરી બીજા દિવસના ટાર્ગેટમાં બતાવવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે અધિકારીઓ માત્ર માસ્કના મેમોનો ટાર્ગેટ પૂર્ણ થાય છે કે નહીં તે જ માત્ર ધ્યાન રાખતા હોવાથી સ્થાનિક પોલીસની આ ગોલમાલ અધિકારીઓના ધ્યાને નથી આવતી અને પોલીસની આ કામગીરી બિન્દાસ્ત ચાલી રહી છે. ત્યારે હવે અધિકારીઓ આ વાત ધ્યાને લઇ કોઈ સૂચનાઓ જે તે પોલીસમથકના અધિકારીઓને આપે છે કે કેમ તે જોવાનું રહેશે.
Published by:ankit patel
First published:January 18, 2021, 21:31 pm

ટૉપ ન્યૂઝ