Ahmedabad Crime: બે યુવકો ધોરણ-9ની વિદ્યાર્થિનીનું સ્કૂલથી અપહરણ કરી ગયા, મોઢું દબાવી કર્યું ન કરવાનું કામ
Ahmedabad Crime: બે યુવકો ધોરણ-9ની વિદ્યાર્થિનીનું સ્કૂલથી અપહરણ કરી ગયા, મોઢું દબાવી કર્યું ન કરવાનું કામ
વાડજ પોલીસ
Ahmedabad Crime news: અમદાવાદના વાડજ વિસ્તાર (Nava Vadaj)માં ઘોરણ 9માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ (Kidnapping of student) કરીને 2 યુવકોએ ન કરવાનું કામ કરતા ફરિયાદ નોંધાઈ છે. શાળાથી પરત ફરતી વખતે સગીરાને રસ્તામાંથી જબરદસ્તી બાઈક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ છેડતી કરતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ શહેર (Ahmedabad City) જાણે કે અસામાજીક તત્વો માટે અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતી સર્જાઈ રહી છે. થોડા દિવસો પહેલા જ સુરત શહેરમાં થયેલ ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ (Grishma Murder Case)ને લઇ લોકોમાં આક્રોષ છે ત્યાં જ અમદાવાદના વાડજ વિસ્તાર (Nava Vadaj)માં ઘોરણ 9માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ (Kidnapping of student) કરીને 2 યુવકોએ ન કરવાનું કામ કરતા ફરિયાદ નોંધાઈ છે. શાળાથી પરત ફરતી વખતે સગીરાને રસ્તામાંથી જબરદસ્તી બાઈક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ છેડતી કરતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.
વાડજમાં છુટક મજૂરી કરતી 37 વર્ષીય મહિલા પતિ અને 3 બાળકો સાથે રહે છે. જેમાં સૌથી નાની દીકરી વાડજની એક શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. બુધવારે સવારનાં સમયે તેમની 13 વર્ષની દીકરી શાળાએ ગઈ હતી અને બપોરે શાળાએથી પરત ફરી હતી. સાંજનાં સમયે સગીર દીકરીએ સ્કૂલમાં કબડ્ડીની સ્પર્ધા હોય જેમાં તેણે ભાગ લીધો હોવાનું જણાવી શાળાએ જવાનું કહ્યું હતું. જેથી સગીરાનાં પિતા સાંજનાં સમયે તેને સ્કૂલમાં મુકવા ગયા હતા. જે બાદ તેઓ મજૂરી કામે જતા રહ્યા હતા. સાંજના સમયે ફરિયાદી મહિલા ઘરે આવતા દીકરી ન હોવાથી આસપાસમાં તપાસ કરી હતી. જોકે સગીરા મળી આવી ન હતી. જે બાદ મહિલાનાં પતિએ ફોન કરી સગીરા ઘરે આવી છે કે નહિં તે પુછતા સગીરા ઘરે ન આવી હોવાનું ધ્યાને આવતા પરિવારજનોએ સગીરાની શોધખોળ શરૂ કરી હતી.
રાતનાં સાડા દસ વાગ્યા સુધી સગીરા મળી આવી ન હતી. તેવામાં રાત્રે ઘરની બહાર સગીરાનો પિતરાઈ ભાઈ બેઠો હતો જેણે સગીરા આવી ગઈ છે અને પડી ગઈ છે તેવી બુમાબુમ કરી હતી. જેથી પરિવારજનોએ સગીરાને ઘરમાં લાવી હતી. જોકે સગીરા ગભરાઈ ગયેલી જોવા મળતા આટલો સમય ક્યાં હતી તે અંગે માતાએ પુછપરછ કરી હતી. સગીરાએ માતાને અને પરિવારજનોને જણાવ્યું હતું કે શાળાથી તે પરત ફરી રહી હતી ત્યારે અશોક અને તેની સાથેનાં એક યુવકે બળજબરીથી પકડી બાઈક પર બેસાડી હતી. જેથી સગીરાએ બુમાબુમ કરવાની કોશીશ કરતા મોઢું દબાવી દિધુ હતું. બન્ને યુવકો સગીરાને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. જ્યા આરોપી અશોકે સગીરાનાં મો પર ચુંબન કરવાનું શરૂ કર્યું હતું.
જોકે સગીરાએ ઘરે જવુ છે કહીને રડવાનું શરૂ કરતા આરોપી અશોકે તેને રિક્ષામાં બેસાડી રિક્ષાચાલકને સગીરાને એડ્રેસ જણાવી ઉતારી દેવાનું જણાવ્યું હતું. જે બાદ રિક્ષાચાલક સગીરાને ઉતારી જતા સગીરા ચાલતી ચાલતી ઘરે પહોંચી હતી. જોકે સગીરા ગભરાઈ ગઈ હોવાથી 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પરિવાજનો લઈ ગયા હતા, જ્યાં સગીરાનાં શરીરે શારિરીક કોઈ ઈજાનાં નિશાનો જણાયા ન હતા. તેવામાં આ મામલે વાડજ પોલીસ મથકમાં અશોક અને તેની સાથેનાં યુવક સામે પોક્સો અને અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર