coronavirus : કોરોનાથી મુક્તિ માટે નવકાર મંત્રનું અનુષ્ઠાન, 99 કરોડ જાપની Online સાધના થશે


Updated: May 29, 2020, 5:05 PM IST
coronavirus : કોરોનાથી મુક્તિ માટે નવકાર મંત્રનું અનુષ્ઠાન, 99 કરોડ જાપની Online સાધના થશે
અલ કુરૈશીએ પોતાના સંદેશમાં કહ્યું છે કે ખુદાએ પોતાની ઇચ્છાથી તાનાશાહો અને તેમના સમર્થકોને સજા આપવાનું નક્કી કર્યું છે. જેને ખુલી આંખોથી દેખી નથી શકાતું. આજે અમે તમારા માટે ખુદાની આ સજાના નિર્ણયથી ખુશ છીએ.

કોરોના થી મુક્તિ મેળવવા માટે અને વિશ્વ સ્વાસ્થ્ય લાભ માટે 'શ્રી નવકાર પરિવાર' દ્વારા 31 મે 2020 ના રોજ અબ કી બાર નવ્વાણું કરોડ નવકાર જાપ અનુષ્ઠાન કરવામાં આવશે

  • Share this:
31મી મેના રોજ એકસાથે અનેક આરાધક દ્રારા વિશ્વ શાંતિની પહેલ કરવામાં આવશે. આ પહેલા માટે એકસાથે 99 કરોડ નવકાર મંત્રનો જાપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવકાર જાપ અનુષ્ઠાન માં જોડાવવા માટે ભારત અને ભારત બહાર ના યુ કે યુએસ એ  ઓસ્ટ્રેલિયા જેવા દેશનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળશે. એક જ દિવસે એક જ સમયે 31 મે ના દિવસે સવારે 8.41 થી 12.41 સુધી સફેદ

કોરોના થી મુક્તિ મેળવવા માટે અને વિશ્વ સ્વાસ્થ્ય લાભ માટે શ્રી નવકાર પરિવાર દ્વારા 31 મે 2020 ના રોજ અબ કી બાર નવ્વાણું કરોડ નવકાર જાપ અનુષ્ઠાન કરવામાં આવશે.રવિવારે સવારે 8.41 થી 12.41  વાગ્યા સુધી યોજાનારા આ જપમાં સફેદ વસ્ત્રોમાં  અને હાથમાં માળા લઈને યુકે યુએસ એ ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી લોકો જોડાશે.જેની સાથે વિશ્વની ટોપ લેવલની સેલિબ્રિટી પણ જોડાશે. ફેસબુક લાઈવ ઓનલાઈન આ જાપ વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે.

આ પણ વાંચો :   કોરોનાનો રિપોર્ટ ફટાફટ મળે તે માટેની AMAની અરજીમાં હાઇકોર્ટે ICMR પાસે જવાબ માંગ્યો

અમદાવાદમાં 4 કરોડ અને મુંબઈમાં 9 કરોડ જાપનો વિક્રિમ

31મે ના રોજ અમદાવાદમાં 4 કરોડ અને મુંબઈમાં 9 કરોડ જાપનો વિશ્વ વિક્રમ સર્જાશે.. આ અંગે જૈનાચાર્ય વિજય રશ્મિ રત્નસુરીજીએ જણાવ્યું હતું કે વોટ્સએપ, ફેસબુક અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયોનો ઉપયોગ કરીને વિશ્વના આરાધકોને "world navkar jap group" માં જોડાવાવમાં આી રહ્યા છે.

શા માટે નવકાર મંત્ર જાપ   ?નવકાર મહામંત્રી વૈશ્વિક સાધના મંત્ર છે.જેમાં પંચ પરમેષ્ઠીને અર્ધમાગધી પાકૃત ભાષામાં નમસ્કાર કરવામાં આવ્યા છે. નવકાર મંત્ર પરમ મંગલ પ્રાર્થના સ્વરુપ છે.નવકાર મંત્રનો સામુહિક જાપ  કરવાથી શક્તિનું ઉત્પાદન થાય છે.સકારાત્મક ઉર્જા ઉભી થાય છે.એવું પણ કહેવાય છે કે નવકાર મહામંત્રના 1 અક્ષરથી 7 સાગરોપમનું પાન ધોવાય છે અને સંપુર્ણ નવકારના જાપથી 500 સાગરોપમનું પાપ ધોવાય છે. નવકાર મહામંત્રમાં 68 અક્ષર છે જે 68 તીર્થ અને 14 પુર્વનો સાર છે. દરેક અક્ષર ઉપર 1008 વિદ્યાદેવીઓનો વાસ છે. એવું પણ કહેવાય છે કે શ્રદ્ધા સાથે નવકાર ગણનારની આધિ વ્યાધિ અને ઉપાધિ દુર થાય છે.

આ પણ વાંચો :   ખાનગી હૉસ્પિટલોએ કોરોનાની સારવાર માટે નિયમ મુજબ જ ચાર્જ લેવો, ઉપરવાળો બધું જોઈ રહ્યો છેઃ હાઇકોર્ટ

કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું ?

મુંબઈના ધર્મેશ ભાઈ શાહના જણાવ્યા પ્રમાણે આ વિરાટ જાપમાં જોડાવ માટે ઈચ્છુક દરેક આરાધક ભાઈ બહેનોએ 09821077766 નંબર પર HI લખી world navkar jap groupમાં જોડાવાનું રહેશે ત્યારબાદ જાપ અંગેની સર્વ માહિતી મળતી રહેશે.
First published: May 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading