રાજ્યમાં Coronaના કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 902 કેસ પોઝિટિવ, 10નાં મોત, કુલ કેસ 42000ને પાર

News18 Gujarati
Updated: July 13, 2020, 7:27 PM IST
રાજ્યમાં Coronaના કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 902 કેસ પોઝિટિવ, 10નાં મોત, કુલ કેસ 42000ને પાર
રાજ્યમાં સતત પાંચમાં દિવસે 800 કરતા વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા

મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો, કેસની સંખ્યામાં ઐતિહાસિક વધારો, સુરતમાં વધુ 287 કેસ, જાણો અન્ય ક્યા જિલ્લાઓમાં સંક્રમણ વધ્યુ

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસનો (Gujarat coronavirus cases) વિસ્ફોટ થયો છે. રાજ્યમાં પહેલી વાર 24 કલાકમાં 902 કેસ પોઝિટિવ નોંધાતા હાહાકાર મચી ગયો છે. એક તરફ અમદાવાદથી સુરત અને વડોદરા-ભરૂચની એસટી સેવા બંધ કરવામાં આવી છે તો રાજ્યના 10થી વધુ જિલ્લામાં ડબલ ડિજીટ અને સુરત અમદાવાદમાં ત્રણ ડિજીટમાં કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 દર્દીના દુખદ નિધન થયા છે. જોકે, 24 કલાકમાં 608 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો
42808 પર જ્યારે કોરોનાના કારણે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ 10,900ની પાર થયો છે.

સુરતમાં કોરોનાનો કોહરામ

રાજ્યના કોરોનાના કેસની સંખ્યામાં સુરતે અમદાવાદને પાછળ છોડી દીધુ છે. ગીચ બચારો અને ઉદ્યોગોમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે સુરતમાં વિસ્ફોટ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 287 લોકોને કોરોના ચોંટ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 207, વડોદરા કોર્પોરેશનમાં 61, જૂનાગઢમાં 34, અમરેલીમાં29, સુરેન્દ્રનગરમાં 26, ભાવનગર કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશનમાં 22, ખેડામાં 19, નવસારીમાં 19, દાહોદમાં 16, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 15, વડોદરા જિલ્લામાં 13, અમદાવાદ જિલ્લામાં 12, બનાસકાંઠા, જૂનાગઢ શહેર, મહેસાણા, રાજકોટ જિલ્લામાં 12-12, પાટણમાં 10, આણંદ, ગાંધીનગર શહેરમાં 9-9, મોરબી, વલસાડ, કચ્છ અને સાબરકાંઠામાં 7--7 કેસ નોંધાયા છે.

 પણ વાંચો :  સુરત : કોરોના બેકાબૂ બનતા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બજાર સ્વેૈચ્છિક લૉકડાઉન તરફ, મોટા નિર્ણયો લેવાયા

જ્યારે મહિસાગરમાં 4, પોરબંદરમાં 4, અરવલ્લીમાં 3, છોટાઉદેપુરમાં 3, જામગનરમાં 3, પંચમહાલમાં 3, બોટાદમાં 2, તાપીમાં 1 કેસ નોંધાતા કુલ 902 વ્યક્તિ ઐતિહાસિક રીતે સંક્રમિત થયા છે.જ્યારે છેલ્લા 24 કલાકાં સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1, મોરબીમાં 1 મળીને કુલ 10 વ્યક્તિનાં મોત થયા છે. રાજ્યમાં હાલમાં 10945 એક્ટિવ કેસ છે. રાજ્યમાં વેન્ટિલેટર પર 74 દર્દીઓ છે. 10,871 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યારસુધીમાં 29086 દર્દીઓને રજા આરપવામાં આવી છે.
અમદાવાદથી સુરત સુધીની ST સેવા બંધ

અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ ખૂબ જ નિયંત્રિત થઈ ગયા છે. હવે શહેરમાં ફરીથી કોરોના માથું ન ઊંચકે તે માટે તંત્ર તરફથી એક પછી એક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સુરત શહેરમાં કોરોનાના ખૂબ વધારે પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે. જેના પગલે ગત અઠવાડિયે સુરત અને અમાદવાદ વચ્ચે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST Bus Service)ની બસોને બંધ કરી દેવામાં આવી હતી. હવે વધારે કડક પગલાં લેતા અમદાવાદ અને વડોદરા તેમજ અમદાવાદ અને ભરૂચ વચ્ચેની એસટીનુ બસો (ST Bus) નું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે આ બંને શહેરમાંથી અમદાવાદ શહેરમાં કોઈ બસ નહીં આવે તેમજ અહીંથી કોઈ બસ નહીં ઉપડે.
Published by: Jay Mishra
First published: July 13, 2020, 7:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading