કોરોના સામે લડવા 9 વર્ષની હિયા પણ મેદાનમાં, PIGGY BANKમાંથી PM રાહત ફંડમાં મોકલ્યા રૂ.551

News18 Gujarati
Updated: April 2, 2020, 11:09 PM IST
કોરોના સામે લડવા 9 વર્ષની હિયા પણ મેદાનમાં, PIGGY BANKમાંથી PM રાહત ફંડમાં મોકલ્યા રૂ.551
બાળકીની તસવીર

આમ તો આ રકમ ફૂલ નહિ તો ફૂલની પાંખડી છે. પણ ગરીબ લોકોની મદદ માટે 9 વર્ષની નાનકડી હિયા દીપકભાઈ સુથારનો આ વિચાર આકાશને આંબે તેવો છે. દેશ આખો કોરોના વાયરસ સામેની લડાઈમાં ઝઝૂમી રહ્યો છે.

  • Share this:
અમદાવાદ: કોરોના વાયરસ (coronavirus) સામેની લડાઈમાં નાનકડા હાથો એ મોટી કમાલ કરી છે. નરોડાની એક 9 વર્ષની બાળકીએ પોતાના પીગી બેંકમાં જમા કરેલી 551 રૂપિયાની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં જ્યારે 551 રૂપિયાની રકમ મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવી છે. જેથી આ રકમ કોરોના સામે મુશ્કેલી ભોગવી રહેલા ગરીબોની મદદ થઈ શકે.

આમ તો આ રકમ ફૂલ નહિ તો ફૂલની પાંખડી છે. પણ ગરીબ લોકોની મદદ માટે 9 વર્ષની નાનકડી હિયા દીપકભાઈ સુથારનો આ વિચાર આકાશને આંબે તેવો છે. દેશ આખો કોરોના વાયરસ સામેની લડાઈમાં ઝઝૂમી રહ્યો છે. મોટા મોટા ઉદ્યોગપતીઓ, સેલિબ્રિટી ઓ અને રાજકારણીઓ, ક્રિકેટરો પ્રધાનમંત્રી રાહત ફંડમાં કરોડો રૂપિયા જમા કરાવી રહ્યા છે. તો ઘણા લોકો એવા છે કે મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ રકમ જમા કરાવી રહ્યા છે.

તો સ્વૈચ્છિક સંસ્થાઓ, મંદિરના મહંતો સેવાકીય પ્રવૃત્તિમાં લાગ્યા છે. તેવામાં નરોડા વિસ્તારમાં રહેતી હિયા દીપકભાઈ સુથારે પણ કોરોના સામેની લડાઈમાં ઝંપલાવ્યું છે. નાનકડી હિયા ધોરણ 5માં અભ્યાસ કરી રહી છે.

બાળકીની તસવીર


પરંતુ હાલ કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ છે. લોકડાઉન માં તેમનો પરિવાર પણ ઘરમાં બંધ છે.. પરંતુ આ લોકડાઉન ની પરિસ્થિતિ માં ગરીબો અને શ્રમજીવી ઓની હાલત કફોડી થઈ છે ત્યારે આ વા જરૂરિયાત મંદ લોકોને મદદ કરવાનો સુંદર વિચાર હિયા ને આવ્યો.. છેલ્લા 6 મહિના થી પોતાના પીગી બેકમાં રકમ જમા કરતી હિયા એ આખરે એ ગલ્લો તોડી નાખ્યો.

તેમાંથી 1102ની રકમ રાહત ફંડમાં આપવાનું નક્કી કર્યું. આ 1102 ની રકમના હિયાએ સરખા ભાગ કર્યા. જેમાંથી 551 રૂપિયાની રકમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાહત કોષમાં જમા કરાવવાનું નક્કી કર્યું. જ્યારે 551 ની રકમ મુખ્યમંત્રી વિજય રૂપાણીનઆ રાહત કોષમાં જમા કરાવવાનું નકકી કર્યું. હિયા એ પોતાનો વિચાર પિતાને જણાવ્યો.હિયાના પિતાને પણ આ વિચાર ગમ્યો અને 1102ની રકમ દીપકભાઈ એ ઓનલાઈન PM રાહતકોષ અને CM રાહત કોષમાં જમા કરાવી. મહત્વનુ છે કે કોરોના સામે સમગ્ર દેશમાં સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. કોઈ ભુખ્યાને ભોજન આપીને તો કોઈ અનાજ કરિયાણું આપીને પોતાની ફરજ અદા કરી રહ્યા છે ત્યારે આ નાનકડી હિયા નો પણ લોકોને મદદરૂપ થવાનો આ નાનકડો પ્રયાસ ખૂબ ઉમદા છે.
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading