અમદાવાદના 9 દરવાજા લોકડાઉન, વાંચો અમદાવાદના દરવાજાની રસપ્રદ કહાની


Updated: April 8, 2020, 10:40 PM IST
અમદાવાદના 9 દરવાજા લોકડાઉન, વાંચો અમદાવાદના દરવાજાની રસપ્રદ કહાની
અમદાવાદના 9 દરવાજા લોકડાઉન, વાંચો અમદાવાદના દરવાજાની કહાની

કોરોના વાયરસના કારણે અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્રારા દરવાજાને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરની જાહોજલાલીનો જયારે પણ ઉલ્લેખ થાય ત્યારે અમદાવાદ કોટ વિસ્તારનો ઉલ્લેખ ચોક્કસથી કરવો પડે. અમદાવાદના કોટ વિસ્તારનાં તમામ દરવાજાની કહાની સૌથી અનોખી છે. કોરોના વાયરસના કારણે અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્રારા દરિયાપૂર દરવાજા, દિલ્હી દરવાજા, પાંચકુવા દરવાજા, શાહપૂર દરવાજા, સારંગપુર દરવાજા, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, પ્રેમ દરવાજા, જમાલપૂર દરવાજાને લોક કરી દેવામાં આવ્યા છે. એટલે કે આ દરવાજાની અંદર રહેતાં લોકો હવે બહાર નહીં આવી શકે. કહેવાય છે કે અમદાવાદ શહેરની જ્યારે રચના થઈ ત્યારે આશરે 22 જેટલાં દરવાજા અહીં હતા પરંતુ સમયાંતરે 8 જેટલાં દરવાજા નાશ પામ્યા જ્યારે બાકીનાં 14 દરવાજા આજે પણ અમદાવાદની હયાતીની સાક્ષી પુરે છે.

શહેરનો આ ભાગ ઓલ્ડ સીટી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે 1486માં મહમુદ બેગડાએ નગરની ફરતે આશરે 5 માઈલ લાંબો કોટ અને દરવાજા બનાવડાવીને નગરને સુરક્ષિત અને રોનકદાર બનાવ્યું હતું. અમદાવાદના દરવાજાની કહાની જણાવી રહ્યા છીએ.

આ પણ વાંચો - કોરોના વાયરસને ભગાવવા અમદાવાદ આ ત્રણ દેશોની સ્ટ્રેટજી પર કરી રહ્યું છે કામ

1. દિલ્હી દરવાજા - ઈડરિયા દરવાજામાંથી દિલ્હી તરફ જવાનો રસ્તો હોવાથી આ દિલ્હી દરવાજા તરીકે ઓળખાય છે જયાં આજે દરવાજાની પાસે દિલ્હી ગેટ તેવું લખવામાં આવ્યું છે.

2. દરિયાપૂર દરવાજા - અમદાવાદનો આ દરવાજો સૈનિકો અને રાજદ્રારીઓ માટે ઉપયોગમાં લેવાતો. એવું કહેવાય છે કે દરિયાખાંએ વસાવેલાં દરિયાપૂર બહાર દરિયાપૂર દરાવાજ છેય એની સામેની બાજુએ આજેય ઘુમ્મટ આવેલો છે.

3. કાલુપુર દરવાજા - જૂના અમદાવાદમાં ખાધા ખોરાકીનો સામાન આ દરવાજામાંથી આવતો હતો. જ્યાં આજે પણ લોકો હોલસેલનું કરિયાણું લેવા આવે છે. વર્ષોથી આજેય પણ અહીં પેઢી દર પેઢીથી ચાલી આવતી દુકાનો છે.4. પ્રેમ દરવાજા - વર્ષ 1864માં પ્રેમ દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ દરવાજાનો મુખ્યત્વે ઉપયોગ વેપારીઓ ધંધા માટે કરતાં હતા. જે અમદાવાદના મુખ્ય દરવાજામાંનો એક છે. એવું પણ કહેવાય છે કે શહેરનાં નગરશેઠ પ્રેમાભાઈ હિમાભાઈના નામ પરથી આ દરવાજાનું નામ પ્રેમ દરવાજા આપવામાં આવ્યું છે.

5. રાયપુર દરવાજા - સામાન્ય લોકો આવન જાવન માટે આ દરવાજાનો ઉપયોગ કરતા હતા.

6. આસ્ટોડિયા દરવાજા - મહત્વના વ્યાપારના સાધનો આ દરવાજામાંથી લાવવામાં આવતા હતા. સુલતાનના સમયમાં કોટની દિવાલમાં આ દરવાજો બન્યો હતો.

7. શાહપુર દરવાજા - ભદ્રની કિલ્લાથી શરુ થતાં ખાનપૂર વિસ્તારમાં ખાનપુર દરવાજાની બહારની બાજુએ નદીનો પટ આવેલો છે. એ પછી શાહપૂર દરવાજો હતો. આ દરવાજો આજે હયાત નથી પરંતુ કહેવાય છે કે સાબરમતી નદીના પટ પર જવા માટે આ દરવાજાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

8. સારંગપુર દરવાજા - મલિક સારંગે સારંગપુર બહાર સારંગપુર દરવાજો બનાવ્યો હતો.

9. પાંચ કુવા દરવાજા - અંગ્રેજોના સમયમાં નગરજનોની સેવામાં કોટને તોડીને બે નવા દરવાજા બનાવવામાં આવ્યા હતા. જેમાંનો એક હતો પ્રેમ દરવાજા જ્યારે બીજો હતો પાંચ કુવા. આ દરવાજા પાસે પાંચ કુવા હોવાથી આ દરવાજો પાંચ કુવાના નામથી જાણીતો થયો.
First published: April 8, 2020, 9:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading