Ahmedabad News: હેડ માસ્તર બનવું થયું માથાનો દુઃખાવો, 80 ટકા શિક્ષકો આચાર્ય બનવા તૈયાર નથી
Ahmedabad News: હેડ માસ્તર બનવું થયું માથાનો દુઃખાવો, 80 ટકા શિક્ષકો આચાર્ય બનવા તૈયાર નથી
પ્રતિકાત્મક તસવીર
Gujarat Education News: HMATની પરીક્ષા પાસ કરી શિક્ષકમાંથી આચાર્ય (pricipal) બનેલા 80 ટકા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ નહિ મળતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.
અમદાવાદ: આમ તો કોઈપણ શાળામાં શિક્ષકમાંથી (teacher) આચાર્ય (Principal) બનવું હોય તો એ કોને ન ગમે? પણ હાલમાં શિક્ષકમાંથી આચાર્ય બનવાના કિસ્સામાં પણ ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. હેડ માસ્તર બનવું જાણે હેડેક બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. તેનું મૂળ કારણ પગાર છે. HMATની પરીક્ષા પાસ કરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા 80 ટકા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ નહિ મળતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાત આચાર્ય સંઘ દ્વારા આ મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને (Education Minister Jitu Waghan) લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. HMATની પરીક્ષા પાસ કરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા 1600 આચાર્યમાંથી 80 ટકા શિક્ષકોને ઉચ્ચતર પગારનો લાભ નહિ મળતા ગુજરાત આચાર્ય સંઘ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
આ પત્રમાં શિક્ષક આચાર્ય બને ત્યારબાદ પગાર ધોરણમાં કોઈ લાભ ના મળતા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. શિક્ષક જો આચાર્ય બને તો ઉચ્ચતર પગારના ધોરણની શરતો મુજબ કોઈ લાભ ના મળતો હોવાથી આચાર્ય સંઘમાં નારાજગી જોવા મળી રહી છે.
ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કોઈ શિક્ષકને શિક્ષક તરીકે જે પગાર મળતો હોય તો આચાર્ય બન્યા બાદ તે પગાર 25થી 30હજાર જેટલો ઓછો મળી રહ્યો છે. આ અંગે આચાર્યસંઘના મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે HMAT પાસ કરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષકમાંથી આચાર્ય બનેલા શિક્ષકોને એક રૂપિયાની ફાયદો પગારમાં થતો નથી. 5-1-65 ના નિયમ પ્રમાણે શિક્ષકમાંથી આચાર્ય બને તેને 1 ઇજાફાનો લાભ મળતો હતો જે મળતો નથી.
આચાર્ય બન્યા બાદ શાળામાં જવાબદારી વધતી હોવા છતાં શિક્ષક કરતા ઓછો પગાર મળતો હોવાથી કોઈ શિક્ષક આચાર્ય બનવા તૈયાર નથી તેવી સ્થિતિ ઉદભવી છે. શિક્ષક આચાર્ય બને તો જૂની પદ્ધતિ મુજબ એક ઇજાફાનો લાભ આપવા આચાર્ય સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે. કોઈપણ સંવર્ગ માંથી શિક્ષકમાંથી આચાર્ય બબે તો એક ઇજાફનો લાભ આપવા માંગ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને કરવામાં આવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર