અમદાવાદ : ફરી જાહેરમાં તલવારથી કેક કાપવાનો Video વાયરલ થયો, પોલીસે 8 નબીરાને ઝડપી પાડ્યા

અમદાવાદ : ફરી જાહેરમાં તલવારથી કેક કાપવાનો Video વાયરલ થયો, પોલીસે 8 નબીરાને ઝડપી પાડ્યા
બાપુનગર પોલીસે ઝડપીપાડેલા 8 નબીરાઓની તસવીર

બાપુનગરમાં જાણે કે તલવારથી કેક કાપવાનો ક્રેઝ, તલવારથી કેક કાપી વિડીયો વાયરલ થતા આઠ નબીરા પકડાયા

  • Share this:
અમદાવાદ: શહેરના બાપુનગરમાં (Bapunagar) રહેતા નબીરાઓમાં જાણે કે કોરોનાકાળમાં (coronavirus) જાહેરમાં તલવારથી કેક કાપવાનો (Cake cutting with sword) ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કાળમાં આ ઘટના એક બાદ એક એમ ત્રણ વાર બની હતી. જેના વીડિયો વાયરલ (Viral Video) થતા જ પોલીસ દોડતી થાય છે અને આ નબીરાઓને પકડી લે છે. ફરી એક વાર જાહેરમાં તલવારથી કેક કટિંગ (Cake Cutting) થતા જ બાપુનગર પોલીસે (Bapunagar Police) આઠ લોકોની ધરપકડ કરી છે. બાપુનગર વિસ્તાર હવે કેક કટિંગનાં વીડિયોથી જાણીતો થઈ રહ્યો હોય તેવી ટીખળ થઈ રહી છે. કારણકે અહીં રહેતા નબીરાઓ માં જાણે કે તલવારથી કેક કાપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અવાર નવાર પોલીસ સખત શબ્દોમાં લોકોને સૂચના આપી રહી છે છતાંય લોકો સમજવા તૈયાર નથી અને આ રીતે સેલિબ્રેશન કરી આખરે પોલીસ પકડમાં આવી જાય છે.

તાજેતરમાં જ બાપુનગર માં જાહેર રોડ પર બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં દેવ બાદશાહ નામના યુવકે તલવાર થી 11 કેક કટીંગ કરીને બંદૂક થી હવા માં ફાયરિંગ કર્યું હતું. આ વીડિયો વાયરલ થતા જ પોલીસે બર્થડે બોય દેવ સહિત 9ની ધરપકડ કરી તલવાર અને એરગન કબ્જે કરી હતી.આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1607 નવા કેસ, 1388 દર્દીઓ સાજા થયા, 16 દર્દીઓના મોતત્યારે હવે ફરી એક વખત એક વિડીયો વાયરલ થયો છે. જે વીડિયોમાં દેખાય છે કે આઠેક જેટલા લોકો કોરોના કાળ હોવા છતાં માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવી કેક કટિંગ કરી જન્મદિવસ મનાવી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ ની સૂચના ના આધારે બાપુનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.

જાહેરમાં કેક કાપવું ભારે પડી શકે છે.


આ પણ વાંચો :  અમદાવાદ : 43 વર્ષની મહિલાને યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો! પ્રેમીએ અંગત તસવીરો કરી વાઇરલ

પોલીસે આ વીડિયોમાં દેખાતા જિયાખાન પઠાણ, આદિલ પઠાણ, અનસ પઠાણ, સાજીદ ઉર્ફે કમેટી પઠાણ, અબુઝર રાજપૂત, અબ્દુલ અઝીઝ મન્સૂરી, ઝાબિર ઉર્ફે આલીમ પઠાણ, માઝ પઠાણ નામના નબીરાઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે આ ગુનામાં વપરાયેલી તલવાર કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:November 28, 2020, 07:17 am

टॉप स्टोरीज