અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમમાં આઠ પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવતા હાહાકાર


Updated: May 23, 2020, 1:12 PM IST
અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમમાં આઠ પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવતા હાહાકાર
પીએમ જૈસિંડા આર્ડર્ને કહ્યું કે ન્યૂઝીલેન્ડ વાસીઓએ સ્વાસ્થયને લઇને જે સફળતા મેળવી છે તે ખરેખરમાં વખાણવા લાયક છે. પણ હજી સંકટ ગયો નથી. અને કેટલાક પ્રતિબંધો હજી પણ ચાલુ રહેશે. ખાલી 37 વર્ષની ઉંમરે 2017માં ન્યૂઝીલેન્ડની વડાપ્રધાન બનેલી જેસિંડા આર્ડર્ને કોરોના પર કાબુ મેળવીને દુનિયાના પ્રભાવશાળી નેતાઓમાં સામેલ થઇ ગઇ છે.

પ્રજા જે 100 નંબર પર ફોન કરીને અડધી રાત્રે પણ મદદ માંગી શકે એવા પોલીસના કંટ્રોલ રૂમમાં આશ્ચર્ચજનક સંક્રમણ

  • Share this:
અમદાવાદ : લોક ડાઉનના શરૂઆતથી જ સમગ્ર રાજ્યમાં પોલીસ કર્મચારીઓ પોતાના જીવ કે પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે. જોકે પોલીસ કર્મચારી ઓમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળતા ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રજા ને કોઈ પણ સમસ્યા હોય ત્યારે જે 100 નમ્બર પર પોલીસને ફોન કરે છે. આ જ કન્ટ્રોલરૂમમાં ફરજ બજાવતા 8 પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં હાહાકાર મચી જવા પામ્યો છે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કોરોના પોઝિટિવ પોલીસકર્મીઓની સારવાર માટે મહત્વની જાહેરાત કરી ત્યાં જ આઠ પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવતા ઉચ્ચ અધિકારીઓ ની ચિંતા વધી છે. એક જ શિફ્ટમાં આ પોલીસકર્મી ઓ ફરજ બજાવતા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :  અમદાવાદ :સિવિલ હૉસ્પિટલની માનવતા, કોરોગ્રસ્ત પરિવારના મોભીનું મોત થતા અંતિમ સંસ્કાર કર્યા

આ પોલીસકર્મીઓ સાથે કામ કરતા તમામ અધિકારીઓ અને પોલીસકર્મીઓ માં એક જ સવાલ છે કે કંટ્રોલરૂમમાં ડ્યુટી હોય તો કેવી રીતે આ પોલીસકર્મી ઓ સંક્રમિત થયા હશે. તો બીજીતરફ અન્ય લોકોને પણ હવે ડર લાગવા લાગ્યો છે. જોકે હાલમાં આ તમામ પોલીસ કર્મીઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. અને તેમના સંપર્ક આવેલ પોલીસ કર્મચારીઓની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  એક્સપ્રેસ વે પર લક્ઝરી બસમાં પેટ્રોલ પમ્પ પર જ ભીષણ આગ લાગી, 28 મુસાફરો હતા સવાર

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રામોલ પોલીસસ્ટેશનમાં પણ પાંચ જેટલા પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં ૨૪૫ જેટલા પોલીસ કર્મચારીઓની સારવાર કરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે કોરોના પોઝિટિવ એવા 56 પોલીસ કર્મીઓની હાલમાં સારવાર ચાલી રહી છે. જેમાં ૪૫ પોલીસ કર્મચારી અને 18 કર્મચારી અન્ય ફોર્સ સાથે જોડાયેલા છે. કોરોના પોઝિટિવ પોલીસ કર્મચારીને સારવાર લેવામાં કોઈ તકલીફ ના પડે તે માટે  નરોડાની શેલબી હોસ્પિટલ ફાળવવામાં આવી છે. જ્યાં તમામ પોલીસ કર્મચારીઓની સારવાર કરવામાં આવશે.
First published: May 23, 2020, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading