Home /News /madhya-gujarat /

Ahmedabad News: આકાશમાં ટ્રાફિક જામ! અમદાવાદ એરપોર્ટના આકાશમાં એક સાથે 8 ફ્લાઇટ ભેગી થઇ ગઈ

Ahmedabad News: આકાશમાં ટ્રાફિક જામ! અમદાવાદ એરપોર્ટના આકાશમાં એક સાથે 8 ફ્લાઇટ ભેગી થઇ ગઈ

અમદાવાદ એરપોર્ટ

Ahmedabad News: રન-વે ખૂલતાં જ એર ટ્રાફિક કન્ઝશન સર્જાયું, દેહરાદૂનની ફ્લાઇટે ૨૫ મિનિટ હવામાં ચક્કર માર્યા અન્ય બે ફ્લાઇટના લેન્ડિંગમાં વિલંબ થયો હતો.

    Ahmedabad News: રન-વે ખૂલતાં જ એર ટ્રાફિક કન્ઝશન સર્જાયું, દેહરાદૂનની ફ્લાઇટે 25 મિનિટ હવામાં ચક્કર માર્યા અન્ય બે ફ્લાઇટના લેન્ડિંગમાં વિલંબ થયો હતો. અમદાવાદનાં એરપોર્ટ (Ahmedabad Airport) ખાતે રન-વે ખૂલતાં પહેલા આઠ ફ્લાઇટો અમદાવાદ નજીક પહોંચતાં એર ટ્રાફિક કન્ઝશન સર્જાયું હતું. એકસાથે આઠ ફ્લાઇટ રડારમાં હોવાથી ત્રણ ફ્લાઇટને લેન્ડિંગમાં વિલંબ થયો હતો.

    અમદાવાદના એરપોર્ટના રન-વે રિકાર્પેટીંગના પગલે સવારે 9 થી સાંજે 6 કલાક સંપૂર્ણ બંધ રહે છે ત્યારે સાંજના સમયે રન-વે ઓપન થાય તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ નજીક એર ટ્રાફિક સર્જાય છે જેના કારણે વિમાનોને આકાશમાં સતત ચક્કર મારી ઇંઘણ બાળવુ પડે છે, આવી જ પરિસ્થિતી આજે અમદાવાદ એરપોર્ટ પર સર્જાઇ હતી. એક સાથે આઠ ફલાઇટો રડારમાં હોવાથી ત્રણ ફલાઇટોને લેન્ડીંગમાં વિલંબ થયો હતો.

    અમદાવાદ એરપોર્ટનો રન-વે 6 વાગે ઓપન થતાની સાથે જ જામનગરથી એક ચાર્ટર્ડ વિમાન લેન્ડ થયુ હતુ તેની પાછળ એક પછી એક આઠ જેટલી ફલાઇટો અમદાવાદના રડારમાં આવી ગઇ હતી જેમાં સૌથી પહેલા સ્પાઇસજેટની દેહરાદૂન અમદાવાદ ફલાઇટે આકાશમાં સૌથી વધુ 25 મિનિટ સુધી ચક્કર માર્યા બાદ 6.18 કલાકે લેન્ડીંગ થઇ હતી. ઇન્ડિગોની હૈદરાબાદની ફલાઇટ પણ આવી જતા તે પહેલા લેન્ડ થઇ હતી. રન-વે કન્ઝશન ઘટતા ગો એરની દિલ્હી ફલાઇટે પણ આકાશમાં ચક્કર માર્યા બાદ એટીસીએ લેન્ડીંગ ક્લીયરન્સ આપ્યું હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmedabad news, અમદાવાદ એરપોર્ટ, ટ્રાફિક જામ

    આગામી સમાચાર