રાજ્યમાં કોરોનાનાં કેસ વધ્યા મૃત્યુ ઘટ્યા, 24 કલાકમાં 783 નવા કેસ, 16 દર્દીનાં મોત

રાજ્યમાં કોરોનાનાં કેસ વધ્યા મૃત્યુ ઘટ્યા, 24 કલાકમાં 783 નવા કેસ, 16 દર્દીનાં મોત
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં 24 કલાકમાં 273 નવા કેસ આવતા ચિંતા વધી, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ (coronavirus) ચોમાસુ શરૂ થતાની સાથે જ વકર્યો છે. અનલૉક 2.0ની અમર્યાદિત છુટછાટ વચ્ચે આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 783 કેસ નોંધાયા છે, જ્યારે 16 દર્દીનાં દુખદ નિધન થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને મ્હાત આપીને પાછલા 24 કલાકમાં 569 દર્દીઓ ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં કોરોનાના વાયરસના કેસ સરકારી ચોપડે કાબૂમાં આવતા જોવા મળે છે. જોકે, સુરતમાં સ્થિતિ વણસી છે. સતત શહેર જિલ્લામાં 250 કરતાં વધુ કેસ આવી રહ્યા છે ત્યારે આજે ફરી એક વાર સુરત પાલિકાની હદમાં 215 અને જિલ્લામાં 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  38, 419 પર પહોંચ્યો છે.

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત પાલિકાની હદમાં 215, અમદાવાદ પાલિકાની હદમાં 149, વડોદરા પાલિકાની હદમાં 55, સુરત જિલ્લામાં 58, રાજકોટ પાલિકાની હદમાં 26, વલસાડમાં 27, વડોદરા જિલ્લામાં 12, અમદાવાદ જિલ્લામાં 7, મહેસાણામાં 15, ભરૂચમાં 16, કચ્છમાં 10 કેસ નોંધાયા છે.  જ્યારે ગાંધીનગરમાં 11, નવસારીમાં 14, ભાવનગર શહેરની હદમાં 12, બનાસકાંઠામાં 15, ખેડામાં 11, સુરેન્દ્રનગરમાં 16, આણંદમાં 5, ભાવનગરમાં 7. રાજકોટ જિલ્લામાં13 નોંધાયા છે.

  આ પણ વાંચો :  સુરત : હીરા ઉદ્યોગ ફરી બંધ થતા દરરોજ 1500 રત્નકલાકાર પરિવારોની સામૂહિક હિજરત, રૂંવાડા ઊભા કરતી તસવીરો

  જ્યારે ગાંધીનગર કોર્પોરેશનમાં 8, જામગનર શહેરમાં 8, સાબરકાંઠામાં 8, જૂનાગઢ શહેરમાં 7, અમરેલીમાં 7, પાટણમાં, 4, મહીસાગરમાં 4, નર્મદામાં 7, ગીરસોમનાથમાં 4, જૂનાગઢ જિલ્લામાં 4, મોરબીમાં 3, ડાંગમાં 3, અરવલ્લીમાં 2, પંચમહાલમાં 1, છોટાઉદેપુરમાં 1. તાપીમાં 1, અને પોરબંદરમાં 1 કેસ મળી કુલ 783 કેસ નોંધાયા છે.

  આ પણ વાંચો :  કોરોનાની કારગર દવા રેમેડેસિવીરનું જેનેરિક વર્ઝન લૉન્ચ, 2 દિવસમાં બજારમાં સ્ટોક આવશે, કિંમત રૂપિયા 4,000

  દરમિયાન રાજ્યમાં સારવાર લઈ રહેલા કોરોનાના 16 દર્દીનાં દુખદ નિધન થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, અમરેલીમાં , જામગનરમાં 1, મોરબીમાં 1 મળીને કુલ 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9111 થઈ છે જ્યારે તે પૈકીના 67 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 9044 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 27313 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે 1955 દર્દીનાં મોત થયા છે.
  Published by:Jay Mishra
  First published:July 08, 2020, 19:32 pm

  ટૉપ ન્યૂઝ