રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 778 નવા કેસ,17 દર્દીનાં મોત, સુરતમાં કોરોના બેકાબૂ

News18 Gujarati
Updated: July 7, 2020, 7:38 PM IST
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 778 નવા કેસ,17 દર્દીનાં મોત, સુરતમાં કોરોના બેકાબૂ
પ્રતિકાત્મક તસવીર

જાણો આજે ક્યા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા અને કેવી છે કોરોનાની સ્થિતિ

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ (coronavirus) ચોમાસુ શરૂ થતાની સાથે જ વકર્યો છે. અનલૉક 2.0ની અમર્યાદિત છુટછાટ વચ્ચે આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 778 કેસ નોંધાયા છે, જ્યારે 17 દર્દીનાં દુખદ નિધન થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને મ્હાત આપીને પાછલા 24 કલાકમાં 421 દર્દીઓ ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં કોરોનાના વાયરસના કેસ સરકારી ચોપડે કાબૂમાં આવતા જોવા મળે છે. જોકે, સુરતમાં સ્થિતિ વણસી છે. સતત શહેર જિલ્લામાં 200 કરતાં વધુ કેસ આવી રહ્યા છે ત્યારે આજે ફરી એક વાર સુરત પાલિકાની હદમાં 204 અને જિલ્લામાં 45 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત પાલિકાની હદમાં 204, અમદાવાદ પાલિકાની હદમાં 172, વડોદરા પાલિકાની હદમાં 49, સુરત જિલ્લામાં 45, રાજકોટ પાલિકાની હદમાં 32, વલસાડમાં 21, વડોદરા જિલ્લામાં 21, અમદાવાદ જિલ્લામાં 15, મહેસાણામાં 15, ભરૂચમાં 15, કચ્છમાં 14, ગાંધઈનગરમાં 13, નવસારીમાં 13, ભાવનગર શહેરની હદમાં 12, બનાસકાંઠામાં 12, ખેડામાં 11, સુરેન્દ્રનગરમાં 11, આણંદમાં 10, ભવનગરમાં 9. જામનગર શહેર અને રાજકોટ જિલ્લામાં 8-8, જૂનાગઢ શહેર 7, મહીસાગરમાં 7, અમરેલીમાં અને દાહોદમાં 6-6, જૂનાગઢ જિલ્લામાં 6, ગાંધીનગર શહેર, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લીમાં 4, પંચમહાલમાં 4, ગીરસોમનાથમાં 3, તાપીમાં 3, સાબરકાંઠામાં છોટાઉેદપુરમાં જામનગર જિલ્લામાં 2-2, તેમજ બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ મળઈ અને કુલ 778 કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી 421 દર્દી સાજા થઈને ઘરે પરત પણ ગયા છે અને કોરોનાને મ્હાત આપી છે.


આ પણ વાંચો :  કોરોનાનો કહેર : એક જ દિવસમાં ગુજરાતના બે ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરની હદમાં 7, સુરત શહેરની હદમાં 4, અરવલ્લીમાં 2, બનાસકાંઠઆમાં 1, ખેડામાં 1 એમ કુલ 17 દર્દીના દુખદ નિધન થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં કુલ 1979 દર્દીનાં દુખદ મોત થયા છે. રાજ્યમાં કુલ 8913 દર્દી એક્ટિવ કેસ છે જ્યારે 61 દર્દી વેન્ટીલેટર પર છે. આ દરમિયાન 8852 દર્દીની હાલત સ્ટેબપલ છે જ્યારે અત્યારસુધીમાં કુલ 26744 દર્દીઓએ સાજા થઈને ઘરે પરત ગયા છે. અત્યારસુધીમાં કુલ 1979 દર્દીઓના કોરોનાના કારણે દુખદ નિધન થયા છે.

આ પણ વાંચો :   સુરત : કોરોનાના મહત્ત્વપૂર્ણ તબક્કામાં દર્દીઓ માટે 200 વેન્ટિલેટર મળ્યા, 'રામબાણ'ની અછત
Published by: Jay Mishra
First published: July 7, 2020, 7:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading