Home /News /madhya-gujarat /અમદાવાદની શરમજનક ઘટના! 77 વર્ષના ડોસાએ 13 વર્ષના બાળકના ઘરમાં ઘુસી કર્યું પોર્ન ફિલ્મ જેવું કામ

અમદાવાદની શરમજનક ઘટના! 77 વર્ષના ડોસાએ 13 વર્ષના બાળકના ઘરમાં ઘુસી કર્યું પોર્ન ફિલ્મ જેવું કામ

રાણીપ પોલીસ સ્ટેશન

Ahmedabad Crime News: શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક બાળક એકલો હતો ત્યારે પાડોશી વૃદ્ધ (Old age man) તેના ઘરે ઘુસ્યા હતા. બાદમાં આ વૃદ્ધે અશ્લીલ કૃત્ય કરી બાળક સાથે અડપલાં કર્યા હતાં.

અમદાવાદ: શહેરમાં રોજબરોજ વિચિત્ર ઘટનાઓ (OMG Incident) બની રહી છે. સગીરનો પર બળાત્કાર (raped on minor) થઈ રહ્યા છે ત્યાં હવે બાળકો પણ સુરક્ષિત નથી તેવું કહી શકાય. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક બાળક એકલો હતો ત્યારે પાડોશી વૃદ્ધ (Old age man) તેના ઘરે ઘુસ્યા હતા. બાદમાં આ વૃદ્ધે અશ્લીલ કૃત્ય કરી બાળક સાથે અડપલાં કર્યા હતાં. જ્યારે બાળકના માતા પિતા ઘરે આવ્યા ત્યારે ડોસો ઘરમાંથી બહાર આવતા મામલો સામે આવ્યો હતો.

શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતો 13 વર્ષનો બાળક તેના માતા પિતા સાથે રહે છે. તે સ્કૂલે અભ્યાસ અર્થે જાય છે. બનાવ એવો બન્યો કે બાળકના માતા પિતા કાલુપુર ઘરની સામગ્રી લેવા ગયા હતાં ત્યારે આ બાળક તેના ઘરે એકલો હતો ત્યારે જ પાડોશમાં રહેતા 77 વર્ષીય દાદા તેના ઘરે આવ્યા હતા.

ઘરે આવ્યા બાદ બાળક હજુ કઈ સમજે એ પહેલા વૃદ્ધે પોતાના કપડા કાઢી આ બાળક સાથે અડપલાં શરૂ કરી પોતાના પ્રાઇવેટ પાર્ટ બાળકને આપી શારીરિક છેડતી કરી હતી. આ બાળક એવો હેબતાઈ ગયો હતો કે તે કઈ બોલી શક્યો નહોતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે બાળકી સામે પડોશી યુવકે નગ્ન થઈને કર્યાં ગંદા ઈશારા, પછી થઈ જોવા જેવી

આટલું જ નહીં આ વખતે જ બાળકના માતા પિતા આવી ગયા અને દરવાજો ખોલ્યો તો આ વૃદ્ધ વિકૃત અવસ્થામાં મળી આવ્યા અને ઘરની બહાર નીકળવા લાગ્યા હતાં . જેથી માતા પિતાએ બાળકને સમગ્ર બનાવ બાબતે પૂછતાં પોતાની સાથે શારીરિક અડપલાં કરી ગંદુ કામ વૃદ્ધે કર્યું હોવાનું જણાવતા પોલીસને જાણ કરાઈ હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પુત્ર-પુત્રી સામે જ માતાની છરી વડે કરાઈ હત્યા, દીકરીએ કહ્યું મારા પિતા અને કાકાએ કરી હત્યા, ફાંસીએ ચડાવો

જેથી આ મામલે રાણીપ પોલીસે વૃદ્ધ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હજુ તાજેતરમાં જ સગીરા સાથે અડપલાં અને બળાત્કારના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે વધુ એક આવો બનાવ સામે આવતા બાળક બાળકીઓ ની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news