૭૦મો વન મહોત્સવ જડેશ્વરમાં ઉજવાશેઃ ૧૦ કરોડ રોપાઓનું વિતરણ થશે

News18 Gujarati
Updated: June 1, 2019, 8:34 PM IST
૭૦મો વન મહોત્સવ જડેશ્વરમાં ઉજવાશેઃ ૧૦ કરોડ રોપાઓનું વિતરણ થશે
પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં વન વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક આગામી વન મહોત્સવ તેમજ ચોમાસા પૂર્વે ઘનિષ્ઠ વૃક્ષારોપણના આયોજન અંગે યોજાઇ હતી.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં વન વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક આગામી વન મહોત્સવ તેમજ ચોમાસા પૂર્વે ઘનિષ્ઠ વૃક્ષારોપણના આયોજન અંગે યોજાઇ હતી. મુખ્યમંત્રીએ બેઠકમાં સુચવ્યું હતું કે, વન મહોત્સવ અંતર્ગત વૃક્ષોના છોડ-રોપા વિતરણ તેમજ વાવેતરનું જિલ્લા-તાલુકા અને ગ્રામ્યસ્તર સુધી માઇક્રોપ્લાનીંગ વન વિભાગ કરે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં વન મહોત્સવો અન્વયે અત્યાર સુધીમાં જે વિવિધ સ્થળોએ ૧૮ જેટલા સાંસ્કૃતિક વનો નિર્માણ પામ્યા છે તે વનોની યોગ્ય માવજત, સુશોભન, જતન-સંવર્ધન માટે વન વિભાગના અધિકારીઓ યોગ્ય કાળજી લઇ મેનપાવર પ્લાનીંગ સહિતની વ્યવસ્થા ગોઠવે તેવું પ્રેરક સૂચન પણ કર્યુ હતું.

આ બેઠકમાં રાજ્યનો આગામી ૭૦મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ અમદાવાદ જિલ્લાના ઓઢવના જડેશ્વરમાં યોજાવાનો છે તેની વિગતવાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના હસ્તે જડેશ્વરમાં ૮.પપ હેકટરમાં અમદાવાદ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન નિર્માણ પામવાનું છે. આ સાંસ્કૃતિક વન પણ પ્રવાસન – પ્રકૃતિ પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર બને તેવી સુવિધાઓ, ફૂલ-છોડ ઝાડના વાવેતર જતનની કાળજી અંગે પણ વિજયભાઇ રૂપાણીએ વન વિભાગને સૂચનો કર્યા હતા.

૭૦માં વન મહોત્સવ અંતર્ગત આ વર્ષે ૩૩ જિલ્લામથકો, ૮ મહાનગરો તેમજ રપ૦ તાલુકા મથકો સમેત પ૦ર૦ ગામોમાં વન મહોત્સવની ઉજવણી કરાશે તેનું આ બેઠકમાં વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના માર્ગોને પણ છોડ-વૃક્ષોથી સુશોભિત કરવાના આયોજનનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

વન મંત્રી ગણપતભાઇ વસાવા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા વન રાજ્ય મંત્રી રમણભાઇ પાટકર અને મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, વન પર્યાવરણ અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત વરિષ્ઠ વન અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
First published: June 1, 2019
વધુ વાંચો
अगली ख़बर