ખેડૂતો માટે મોટા સમાચાર, પાક નુકસાની બદલ વીમો ઉપરાંત 700 કરોડનું પેકેજ

News18 Gujarati
Updated: November 13, 2019, 5:41 PM IST
ખેડૂતો માટે મોટા સમાચાર, પાક નુકસાની બદલ વીમો ઉપરાંત 700 કરોડનું પેકેજ
ખેડૂતોનાં ઊભા પાકનાં ખેતરોમાં પાણી જ પાણી થઈ ગયા હતા.

ખેડૂતોને 1 હેક્ટર દીઠ પિયતમાં રૂ. 13, 500 અને બિન પિયતમાં રૂ.6800ની સહાય આપવામાં આવશે. નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી,

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં પડેલી કમોસમી વરસાદ (Non Seasonal Rain)ના કારણે પાયમાલ થયેલા રાજ્યના 4થી વધુ ખેડૂતો (farmers) માટે રાજ્ય સરકારે (Government of Gujarat) રાહત પકેજ જાહેર કર્યુ છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 2 લાખથી વધારે ખેડૂતોને લાભ થશે. સરકાર ખેડૂતોને પાકવીમા (Crop insurance) ઉપરાંત સહાયતા કરશે.

આ મામલે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ (deputy CM Nitin Patel)એ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે ' સરકારે અત્યાર સુધીમાં 5 લાખ હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ખેડૂતોમાંથી જેમને 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને 1 હેક્ટર દીઠ પિયતમાં રૂ. 13, 500 અને બિન પિયતમાં હેકટર દીઠ રૂ. 6800 સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ફરી મગફળીકાંડ : 34 મંડળીઓએ મગફળી ખરીદી, 13 મંડળીનું પેમેન્ટ અટવાયું!

ખેડૂતોને સહાય સીધી ખાતામાં મળશે

જો ખેડૂતોને વધુ સહાય ચૂકવવી પડશે તો તે રાજ્ય સરકારના બજેટમાંથી પણ ચૂકવવામાં આવશે. ખેડૂતોના પાકના અંદાજો કૃષિ વિભાગ દ્વારા મેળવવામાં આવી રહ્યા છે. આ સહાય લાભાર્થી ખેડૂતોના ખાતામાં RTGSના માધ્યમથી કલેક્ટર દ્વારા જમા કરાવવામાં આવશે.

4 લાખ ખેડૂતોને ફાયદો થશેરાજ્ય સરકારે જાહેર કરેલા રૂ. 700 કરોડના સહાય પેકેજ માટે 500 કરોડ કેન્દ્ર સરકાર અને રૂ.200 કરોડ ગુજરાત સરકાર આપશે. અત્યાર સુધીમાં 1 લાખ 90 હજાર ખેડૂતોએ પાક નુકશાની માટે અરજીઓ કરી છે. ગત વર્ષે સરકારે રૂ. 2600 કરોડના પાક વીમાનું વળતર વીમા કંપનીઓ પાસેથી અપાવ્યું છે. આ પેકેજનો લાભ રાજ્યના ચાર લાખ ખેડૂતોને મળશે.

મધ્યપ્રદેશમાં કૉંગ્રેસની સરકાર છે છતા પણ કોઈ માફી આપવામાં આવી નથી

નિતિન પટેલે કહ્યું કે, “2 લાખ ખેડૂતોને 33 ટકાથી વધારેનું નુકસાન થયું છે. ખેડૂતોનોએ આરટીજીએસ દ્વારા સહાય પહોંચાડવામાં આવશે. પ્રાથમિક સર્વેમાં 5 લાખ હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.” આ દરમિયાન નીતિન પટેલે કૉંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “કૉંગ્રેસ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. કૉંગ્રેસની કથની અને કરણી બંને અલગ છે. મધ્યપ્રદેશમાં કૉંગ્રેસની સરકાર છે છતા પણ કોઈ માફી આપવામાં આવી નથી. પહેલા કૉંગ્રેસ પોતાના રાજ્યોમાં ખેડૂતોને સહાય આપે, પછી અમારી સામે આંદોલન કરે. અમારી સરકાર ખેડૂતોનાં પડખે છે.

આ પણ વાંચો : રાજકોટમાં પલળી ગયેલી 20 હજાર ગુણી મગફળીની હરાજી નહીં થાય, ખેડૂતોને રડવાનો વારો આવ્યો

18મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી ફરી શરૂ થશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ૪ લાખથી વધુ ખેડૂતોને રૂ.700 કરોડની કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે. રાજ્યમાં થયેલ માવઠાને લીધે મગફળીની ટેકાના ભાવે ખરીદી મુલતવી રખાઇ હતી તે આગામી 18 મી નવેમ્બર થી પુન: ખરીદી શરૂ કરાશે.

First published: November 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading