સોમનાથ મંદિરના નવનિર્માણને 70 વર્ષ પૂર્ણ, સોમનાથ મંદિરની કહાની

News18 Gujarati
Updated: November 13, 2019, 9:26 PM IST
સોમનાથ મંદિરના નવનિર્માણને 70 વર્ષ પૂર્ણ, સોમનાથ મંદિરની કહાની
સોમનાથ મંદિર - ફાઈલ ફોટો

આઝાદી મળી પછી જૂનાગઢ રાજ્યે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યો, તેની સામે લોકો દ્વારા અરજી હુકુમત અને ભારત સરકાર દ્વારા નાકાબંધી કાર્યવાહી થઇ એટલે નવાબ પાકિસ્તાન ભાગી ગયા

  • Share this:
મયુર માકડીયા, અમદાવાદ: દેશના 12 જ્યોતિર્લિંગમાના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના નવનિર્માણના સંકલ્પને આજે 70 વર્ષે પૂર્ણ થયા છે. 13 નવેમ્બર 1947ના દિવસે જ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્ભભાઇ પટેલ દ્વારા સોમનાથ ખાતે આજના દિવસે મંદિર નવનિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ત્યારે ચલો જોઈએ સરદાર સંકલ્પ અને સોમનાથ મંદિરની આ કહાની.

દેશના 12 જ્યોતિર્લિંગોમાના એક જ્યોતિલિંગ એટલે સોમનાથ મહાદેવ. સોમનાથ મહાદેવના આ મંદિરનો જીર્ણોધાર દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્ભભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. જો તેના ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો દેશને જયારે આઝાદી મળી ત્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યો પરંતુ, સરદારની દૂરંદેશીના પરિણામે 12 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ ખાતે લોકો દ્વારા અરજી હુકુમત કરવામાં આવી. આ અરજી હુકુમતની ચળવળમાં દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ પણ હાજર રહ્યા જેના પરિણામે જૂનાગઢ નવાબ પાકિસ્તાન ભાગી ગયા. 13 નવેમ્બર 1947ના રોજ સરદાર પટેલે સ્થાનિક લોકોના આગ્રહથી નવા વર્ષેના દિવસે એટલે કે વિક્રમ સવંત 2004 કાર્તિક સુદ એકમ 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથ મંદિરની મુલાકાત કરી હતી.

સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે.લહેરીએ ન્યુઝ 18ને જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ટ્રસ્ટની સ્થાપના પહેલા આપણે તેની પૂર્વે ભૂમિકા જોવી જોઈએ ભારતને આઝાદી મળી પછી જૂનાગઢ રાજ્યે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યો, તેની સામે લોકો દ્વારા અરજી હુકુમત અને ભારત સરકાર દ્વારા નાકાબંધી કાર્યવાહી થઇ એટલે નવાબ પાકિસ્તાન ભાગી ગયા.

70 વર્ષે પહેલા આજના જ દિવસે સરદાર સાહેબની સોમનાથ મુલાકાત દરમ્યાન તેમના દ્વારા દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથની સ્થિતિને જોતા આ મંદિરના પુનઃ નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરવાં આવ્યો હતો. ત્યારબાદ સોમનાથ મંદીરના અવશેષોનો વિશેષ અભ્યાસ કરી મંદિરના નિર્માણ માટેનો નિર્ણય કરવામાં આવ્યો. મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટની રચના થઇ જેમાં કનૈયાલાલ મુન્શી, ઢેબરભાઈ, કાકા સાહેબ ગાર્ગી, જામસાહેબ વગેરેને ટ્રસ્ટી મંડળમાં સમાવી સમગ્ર પ્રભાસ પાટણના તમામ મંદિરોનો વહીવટ એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી કે લહેરીએ ન્યુઝ 18 ને જણાવ્યું હતું કે, 12 નવેમ્બર 1947ના રોજ સરદાર પટેલ એ જૂનાગઢ પધાર્યા. સૌવ લોકોના આગ્રહથી સરદાર પટેલ એ 13 નવેમ્બબાર 1947ના રોજ સોમનાથ મંદિર ગયા. ત્યાં તેમણે મુલાકાત લેતા દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના નવ નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો.

જયારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના નવનિર્માણનો નિર્ણય કરાયો ત્યારે રાષ્ટપિતા મહાત્મા ગાંધી દ્વારા જે સૂચના આપવામાં આવી હતી તેનું પણ પાલન કરવાં આવ્યું હતું. બાપુનું માનવું હતું કે, મંદિર નિર્માણમાં સરકારી સહાય ન લેવી જોઈએ એટલા માટે જ વર્ષોથી સોમનાથ મંદિરે લોક સહાયથી ચાલી રહ્યું છે.સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીએ વધુમાં જણાવ્યું કે, સોમનાથ મંદિરના નિર્માણ માટે જયારે નિર્ણય કરવાં આવ્યો ત્યારે દેશના રાષ્ટપિતા મહાત્મા ગાંધીના સૂચનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. બાપુનું સ્પષ્ટ માનવું હતું કે, મંદિર નિર્માણમાં કોઈ સરકારી નાણાંનો ઉપયોગ ન થવો જોઈ એ એટલા માટે જ છેલ્લા 70 વર્ષથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એક પણ રૂપિયાની સરકારી મદદ નથી લેવામાં આવી.

જો વર્તમાન સમયના સોમનાથ મંદિરના સ્ત્રીઓની વાત કરવામાં આવે તો, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અધ્યક્ષ છે. જયારે લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી,અમિતશાહ, પ્રોફેશર જે ડી પરમાર, પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી અને કલકત્તાના ઉધોગ પતિ હર્ષ દિવેટિયા છે. આઠ ટ્રસ્ટીઓમાંથી એક ટ્રસ્ટીની જગ્યા ખાલી છે.
First published: November 13, 2019, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading