અમદાવાદ: બિસ્માર રોડનું રીપેરિંગ યુદ્ધના ધોરણે, એક મહિનામાં 70 હજાર ટન હોટ-મિક્શનનો ઉપયોગ કરાયો

News18 Gujarati
Updated: October 23, 2019, 3:27 PM IST
અમદાવાદ: બિસ્માર રોડનું રીપેરિંગ યુદ્ધના ધોરણે, એક મહિનામાં 70 હજાર ટન હોટ-મિક્શનનો ઉપયોગ કરાયો
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં કુલ રોડ નેટવર્ક અંદાજે 2580 કિમી જેટલુ છે

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ: શહેરના બિસ્માર રોડ રસ્તા મુદ્દે અમદાવાદીઓ રોષ ઠાલવતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યુ છે. અને શહેરમાં બિસ્માર રોડ રસ્તાની મરામત કરવાની શરૂઆત યુદ્ધના ધોરણે શરૂ કરી છે. એક જ મહિનામાં 12 પ્લાન્ટ કાર્યરત કરી 70 હજાર ટન હોટ મિક્સ ડામરનો ઉપયોગ કર્યો છે. જે ગત વર્ષ કરતા સાતથી આઠ ગણુ વધારે કામ છે.

આ અંગે ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચિત કરતા, એએમસી એડી ઇજનેર હિતેષ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે, ચાલુ વર્ષે રોડ રસ્તા રીપેરીંગનું કામ 26 દિવસ પહેલા શરુ કરાયુ હતું. દર વર્ષે દશેરા નિમિત્તે કોન્ટ્રાક્ટરો પ્લાન્ટ શરૂ કરતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે એએમસી અને ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા મળી કુલ 12 પ્લાન્ટ કાર્યરત કરાયા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સાત ગણુ કામ કરવામાં આવ્યુ છે.

એક અંદાજ મુજબ એક મહિનામાં જ 70 હજાર ટન ડામરનો ઉપયોગ કરાયો છે. 12 જેટલા મશીન જેવા કે જેટ પેચર અને ઇન્ફા રોડ પેચરનો ઉપયોગ થઇ રહ્યો છે. રોડ રસ્તાનું રીપેરીંગ કામ પૂર્ણ થયુ છે. હવે મોટા રસ્તાઓનું રિસરફેશ કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં ચોમાસા સિઝન દરમિયાન સતત વરસાદ પડવાથી, શહેરના રસ્તાઓનું ધોવાણ થઇ ગયુ હતું. જે અંતર્ગત એએમસીને સામાન્ય જનતાનો રોષનું ભોગ બનવુ પડ્યુ હતું.

અમદાવાદ શહેરમાં કુલ રોડ નેટવર્ક અંદાજે 2580 કિમી જેટલુ છે. સમગ્ર શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુબજ મોટા પ્રમાણમાં જરૂરી મશીનરી, મેનપાવર તથા માલસામાન દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી ધરવામાં આવી છે.

First published: October 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading