અમદાવાદમાં ભાડજ ખાતે સૌથી ઊંચા 70 ફૂટના રાવણના પૂતળાનું દહન

News18 Gujarati
Updated: October 9, 2019, 10:51 AM IST
અમદાવાદમાં ભાડજ ખાતે સૌથી ઊંચા 70 ફૂટના રાવણના પૂતળાનું દહન
રાવણ દહન

દશેરાએ અમદાવાદના ભાડજ ખાતે રાવણ દહનને નીહાળવા માટે 50 હજાર લોકો એકત્ર થયા, મોડીરાત્રે શરુ કરાયેલાં કાર્યક્રમ બાદ લોકોએ પ્રસાદ પણ આરોગ્યો હતો.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદમાં શહેરમાં દર વર્ષે ઠેરઠેર રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. અમદાવાદમાં પ્રથમવાર સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું પૂતળું બનાવીને તેનું દહન કરવામાં આવ્યુ હતું. અમદાવાદમાં ભાડજ ખાતે આવેલાં હરેકૃષ્ણ મંદિરમાં 70 ફૂટ ઊંચા દસ માથાવાળા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના વિશાળ પૂતળાનું ફટાકડા સાથે દહન કરવામાં આવ્યું હતું. આ મહાકાય પૂતળાનું નિર્માણ ઉત્તરપ્રદેશનાં ખાસ આવડતા ધરાવતાં કારીગરો દ્રારા કરવામાં આવ્યું હતું. આ અંગેની તૈયારી છેલ્લાં એક મહિનાથી ચાલી રહી હતી.

ભાડજ ખાતે આવેલાં હરેકૃષ્ણ મંદિરમાં ભક્તો માટે મંદિરમાં ઉત્કૃષ્ટ ફુલોની સુશોભન સાથેના વિશેષ રામ દરબારની સ્થાપના કરવામાં આવી હતી. રાવણ દહન પહેલાં મંદિરના દેવતાઓ માટે એક વિશેષ સુવર્ણ રથની સવારી કરાવવામાં આવી હતી. જે બાદમાં જે. જી. ગ્રુપ ઓફ પર્ફોમિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા રામલીલા વિષયવસ્તુ પર નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી.

ક્યારે થઈ મંદિર સ્થાપના?

ભાડજ મંદિરની સ્થાપના એપ્રિલ 2015માં થઈ હતી. જે બાદથી મંદિર દ્વારા જન્માષ્ટમી, દશેરા, પાટોત્સવ, રામ નવમી, દિવાળી, ગોવર્ધન પૂજા, હોળી, ગૌર પૂર્ણિમા, ગીતા જયંતી સહિતના તમામ મોટા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.આ અંગે હરે કૃષ્ણ મૂવમેન્ટ અમદાવાદના પ્રમુખ જગનમોહન કૃષ્ણ દાસે જણાવ્યું હતું કે, "નવરાત્રી બાદ 10મા દિવસે દશેરાનો તહેવાર ભારતભરમાં ઉજવાતો મુખ્ય તહેવાર છે. ભગવાન શ્રી રામે રાક્ષસ રાવણાનો કરેલો સંહાર તેમજ દેવી મા દુર્ગા દ્રારા મહિસાસુર રાક્ષસનો કરવામાં આવેલા સંહારની યાદગીરીરૂપે આ દિવસ ઉજવવામાં આવે છે. મૂળભૂત રીતે આ દિવસ અનિષ્ટ પર ઈષ્ટની વિજયની ઉજવણી છે."જગમોહન કૃષ્ણ દાસે વધુમાં જણાવ્યું કે, "આ ઉજવણીથી આપણે સમાજમાં નૈતિક મૂલ્યો વિકસાવવાના અને લોકો દ્વારા સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાની પ્રશંસા કરે એવા પ્રયાસ કરીએ છીએ. અમે અમારા ભક્તો માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરવાનો પ્રયાસ કર્યો છે. જેના થકી તેમને એક મંગલમય અનુભવ થાય છે અને જીવન દરમિયાન સ્મરણ રહે છે. આ ઉજવણી તેમને ફરીથી મંદિરમાં આવવા અને ભગવાન સાથે જોડાયેલા રહેવાના કારણો આપશે એવા અમારા પ્રયત્નો છે.
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर