અમદાવાદ: સટ્ટોડીયાઓના ખેલનો પર્દાફાશ, 9 લાખનાં મુદ્દામાલ સાથે 7ની ધરપકડ

News18 Gujarati
Updated: April 21, 2018, 11:09 AM IST
અમદાવાદ: સટ્ટોડીયાઓના ખેલનો પર્દાફાશ, 9 લાખનાં મુદ્દામાલ સાથે 7ની ધરપકડ

  • Share this:
અમદાવાદ: એક તરફ આઈપીએલનો રંગ જામ્યો છે અને બીજી તરફ સટ્ટોડિયાઓની લોબી સક્રિય થઇ છે. આ સટ્ટોડીયાઓએ આલીશાન ઘરો અને ઓફીસમાં સટ્ટો રમવાનું શરૂ કરી દીધું છે. મેચ હોઈ કે IPLસટ્ટોડિયાઓ લોબીનો વેપલો શરૂ કરી જ દે છે.

અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની ટીમે IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 7 બુકીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર વિસ્તારમાં રેડ કરીને આ જુગારધામ ઝડપી પાડ્યુ હતુ. આ સાથે જ પોલીસે 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આ સટ્ટોડીયાઓ ચેન્નાઇ અને રાજસ્થાન રોયલસની મેચ પર સટ્ટો રમાડતા હતા.

કુબેરનગર વિસ્તારમાં આ ઈસમો આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. મહત્વનું છે કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી. જે દરમિયાન 7 બુકીઓ સાથે 11 મોબાઈલ, ટીવી, રોકડ અને 2 ગાડી સહિત 9.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાંથી 3 સટ્ટોડીયાઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને આ સટ્ટોડિયાઓને જેલ હવાલે કરી દીધા છે.
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर