સેકડો મહેસૂલી તલાટીઓએ ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, HCએ સરકારને ફટકારી નોટીસ


Updated: January 22, 2020, 9:56 PM IST
સેકડો મહેસૂલી તલાટીઓએ ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, HCએ સરકારને ફટકારી નોટીસ
ફાઈલ ફોટો

તાજેતરમાં ગુજરાત રાજ્યની મહેસૂલી કર્મચારી મહામંડળ તરફથી થયેલા ધરણા અને આંદોલન બાદ સરકારે ક્લાર્ક કમ ટાઇપીસ્ટ અને રેવેન્યુ તલાટીને પ્રમોશનની સરખી તક આપતો રેશીયો દૂર કરતા તલાટીઓ નારાજ થયા છે.

  • Share this:
અમદાવાદઃ પોતાની બઢતીનો માર્ગ કાયમ માટે બંધ થઈ જાય તે પ્રકારનો સરકારનો નિર્ણય ખોટો અને દબાણમાં આવીને લેવાયેલો નિર્ણય હોવાની ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat high court) રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકાર (Gujarat Government) અને મહેસૂલ વિભાગને (Revenue Department) નોટિસ ઈસ્યૂ કરી છે.

આ પણ વાંચોઃ-ફરી ગેરહાજર નહીં રહેવાની બાંહેધરી બાદ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યાં

તાજેતરમાં ગુજરાત રાજ્યની મહેસૂલી કર્મચારી મહામંડળ તરફથી થયેલા ધરણા અને આંદોલન બાદ સરકારે ક્લાર્ક કમ ટાઇપીસ્ટ અને રેવેન્યુ તલાટીને પ્રમોશનની સરખી તક આપતો રેશીયો દૂર કરતા તલાટીઓ નારાજ થયા છે. તલાટીમાંથી નાયબ મામલતદાર માટેના પ્રમોશનના મુદ્દે ૬૫૦ જેટલા તલાટીઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદથી મુંબઈ રૂટની તેજસ ટ્રેન મોડી પડી, મુસાફરો આવી રીતે મેળવો વળતર

પોતાની બઢતીનો માર્ગ કાયમ માટે બંધ થઈ જાય તે પ્રકારનો સરકારનો નિર્ણય ખોટો અને દબાણમાં આવીને લેવાયેલો નિર્ણય હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. નાયબ મામલતદાર તરીકેના પ્રમોશનની પ્રક્રિયાને કોર્ટ આ અરજી નક્કી ન કરે ત્યાં સુધી આગળ વધારવામાં ન આવે તેવી પણ અરજદારોએ રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ-આ શિક્ષિકાના વીડિયો ઉપર શાહરુખ ખાન મોહી ગયો, ટ્વિટર ઉપર કરી મોટી જાહેરાતહાઇકોર્ટ રાજ્ય સરકાર અને મહેસૂલ વિભાગને નોટિસ જારી કરી છે. સરકાર જો ક્લાર્ક કમ ટાઇપીસ્ટ ની કેડરના લોકોને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપે તો એવી બઢતી આ અરજીના અંતિમ ચુકાદાને આધીન હશે. અત્રે ઉલ્લેખનીય છેકે તાજેતરમાં જ મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઇને રાજય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા ધરણા અને આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
First published: January 22, 2020, 9:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading