અમદાવાદ : પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે પ્રતિમાને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન કોરોના મહામારીના સમયમાં દર્દીઓને સુવિધા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો આરંભ કરાવ્યો હતો. તેમજ કોંગ્રેસના તમામ 65 ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી એબ્યુલન્સ ફાળવણી કરશે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજીવ ગાંધીની પુષ્યતિથિ નિમિત્તે જાહેરાત કરી હતી કે ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી એબ્યુલન્સ ફાળવણી કરશે. અમિત ચાવડાએ રાજીવ ગાંધીની યાદ કરતા કહ્યું હતું કે રાજીવ ગાંધી 21મી સદીના સ્વપ્ન દ્રષ્ટા હતા. 18 વર્ષે યુવાનને મત આપવાનો અધિકાર આપ્યો. 33 ટકા મહિલાઓ માટે અનામત જાહેર આપી મહિલાઓ રાજનીતિમાં આગળ લાવ્યા હતાય રાજીવ ગાંધી ટેલિકોમ કાંતિના પ્રણેતા બન્યા હતા. રાજીવ ગાંધી પુણ્યતિથિએ કોંગ્રેસ જનકલ્યાણના કર્યો કરશે. કોરોના મહામારીમાં રાહત સામગ્રીમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. જેટલી બંને તેટલી મદદ કોંગ્રેસના કાર્યકર્તા કરશે. ભોજન હોય કે પછી તેઓને દવાની જરૂર હોય કે પછી માસ્ક જેવી વ્યવસ્થા કરવામાં આવશે. કોંગ્રેસના 65 ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ આપશે. ધારાસભ્યો પોતાના વિસ્તારમાં એમ્બ્યુલન્સ આપશે. વેકસીનેશન પ્રોગ્રામમાં લોકોને સહભાગી બનાવશે.
કોંગ્રેસ પ્રમુખની જાહેરાત બાદ વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે ત્રણ એબ્યુલન્સની ફાળવણી પોતાના મત વિસ્તાર કરી હતી. એમએલએ ગ્રાન્ટમાંથી ત્રણ એબ્યુલન્સ ફાળવણી વિરમગામ, દેત્રોજ અને માંડલ આરોગ્ય કેન્દ્ર માટે કરાઇ હતી. ગાંધીનગરના ધારાસભ્ય સી જે ચાવડાએ પણ બે એબ્યુલન્સ પોતાના મત વિસ્તારમાં ફાળવણી કરી હતી.
" isDesktop="true" id="1098493" >
પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે યોજાયેલ પુષ્પાંજલિ કાર્યક્રમ નિમિત્તે કોંગ્રેસ ઇન્ચાર્જ શહેર પ્રમુખ ચેતન રાવલ , ધારાસભ્ય શૈલેષ પરમાર , હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા હાજર હતા. આ ઉપરાત શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા પણ હાજર રહ્યા હતા.