ચોંકાવનારુ તારણ : રાજ્યમાં 60% અકસ્માતો આંખની કમજોરીને કારણે થાય છે!


Updated: January 16, 2020, 4:19 PM IST
ચોંકાવનારુ તારણ : રાજ્યમાં 60% અકસ્માતો આંખની કમજોરીને કારણે થાય છે!
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં દર વર્ષે 8 હજાર લોકોના માર્ગ અકસ્માતથી મોત થાય છે, જ્યારે અમદાવાદમાં દર વર્ષે 400 લોકોના માર્ગ અકસ્માતથી મોત થાય છે.

  • Share this:
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં  વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં થતા અકસ્માતોમાં 60 ટકા અકસ્માતો વાહન ચાલકની આંખની કમજોરીના કારણે થતા હોવાનું ચોંકાવનારુ તારણ સામે આવ્યું છે. રાજ્યમાં અકસ્માતોને નિવારવા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા અલગ અલગ યુનિવર્સિટીઓમાં યુવાઓને અકસ્માતો બાબતે માહિતગાર કરાઈ રહ્યાં છે.

રાજ્યમાં દર વર્ષે 8 હજાર લોકોના માર્ગ અકસ્માતથી મોત થાય છે, જ્યારે અમદાવાદમાં દર વર્ષે 400 લોકોના માર્ગ અકસ્માતથી મોત થાય છે. એટલે કે અમદાવાદમાં દરરોજ સરેરાશ એક વ્યક્તિ અકસ્માતથી મોતને ભેટે છે. બીજી તરફ રાજ્યભરમાં વધતા જતા માર્ગ અકસ્માતોને નિવારવા એક્સિડન્ટ બ્લેક સ્પોટ શોધી કાઢવાનો નિર્ણય કરાયો છે. જે માટે રાજ્યના આર એન્ડ બી વિભાગ, વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ વિભાગને રાજ્ય સરકાર અને રોડ સેફ્ટી કાઉન્સીલ તરફથી આ સૂચના અપાઈ છે. એટલું જ નહીં રસ્તામાં નડતરરૂપ બાંધકામો અને ઝાડ દૂર કરવાનો નિર્ણય પણ કરાયો હોવાનું રાજ્યના રોડ એન્ડ સેફ્ટી ઓથોરિટી ગુજરાતના ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર એસ.એ. મોજણીદારે જણાવ્યું હતું.બીજી તરફ રોડ સેફ્ટી વીકની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ડૉ. તેજલ દલાલે જણાવ્યું હતું કે, 60 ટકા જે વાહનચાલકો છે તેઓ 2-2 વર્ષ સુધી આઈ ચેક અપ કરાવતા નથી. 60 ટકા અકસ્માત આંખની કમજોરીના કારણે થઈ રહ્યાં છે. ઓવર સ્પીડ કે વાહન ચલાવતા સમયે મોબાઈલના ઉપયોગના કારણે જેટલા અકસ્માત થાય છે તેનાથી વધારે અકસ્માતો આંખની કમજોરીના કારણે થાય છે. તેમણે જણાવ્યું હતું કે આપણે અકસ્માતો નિવારવા માટે આંકની તપાસ ફરજિયાત કરવી જોઈએ.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિભાગના અધિકારી મહેશ મહેતાએ જણાવ્યું કે, રોડ સેફ્ટી તમામને લાગૂ પડે છે. વાહન ચલાવનાર અને વાહન નહીં ચલાવનાર બંનેને લાગૂ પડે છે. જેથી તમામ લોકોએ આ મુદ્દે જાગૃત થવું જરુરી છે. મહત્વનું છે કે એક તરફ રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થઈ રહયોંછે અને સાથે સાથે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તેવામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે.
First published: January 16, 2020, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading