અમદાવાદમાં એક સાથે 60 ડોક્ટરો corona સંક્રમિત, કાલુપુર રેલવે સ્ટેશન પરથી 28 મુસાફરો પોઝિટિવ મળ્યા


Updated: September 10, 2020, 9:22 PM IST
અમદાવાદમાં એક સાથે 60 ડોક્ટરો corona સંક્રમિત, કાલુપુર રેલવે સ્ટેશન પરથી 28 મુસાફરો પોઝિટિવ મળ્યા
પ્રતિકાત્મક તસવીર

60 ડોક્ટરો પૈકી સૌથી વધારે કેસ એસવીપી હોસ્પિટલમાં છે. એસવીપીમાં 24 ડોક્ટર કોરોના પોઝિટિવ છે.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં કોરોનાનો (coronavirus) કહેર ધીમે ધીમે વધતો દેખાઈ રહ્યો છે. કોરોના દર્દીઓની ખડે પગે સેવા કરતા ડોક્ટરો (Doctors) પણ કોરોનાનો શિકાર બનવા લાગ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) એક સાથે 60 ડોક્ટરો કોરોના પોઝિટિવ (covid-19 positive) આવ્યા છે. તો બીજી તરફ ટ્રેનો ચાલું થતાં મુસાફરોની પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર-જવર વધી ગઈ છે. જેના પગલે પણ કોરોનાનો ફેલાવો વધી ગયો છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર એક સાથે 28 જેટલા મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત એસવીપી હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવતા 60 ડોક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા છે. આમ તબીબી જગતમાં ફફડાટ વ્યાપ્યો હતો. 60 ડોક્ટરો પૈકી સૌથી વધારે કેસ એસવીપી હોસ્પિટલમાં છે. એસવીપીમાં 24 ડોક્ટર કોરોના પોઝિટિવ છે. મંગળવારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા રેપિડ ટેસ્ટમાં આ કેસો સામે આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ ન થાય તે માટે અમદાવાદના સાથે 7 ઝોનમાં રેપિડ એન્ટી જન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદના મધ્યમાં આવેલા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં એક સાથે ૨૮ જેટલા પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ-PHOTOS: હોસ્પિટલના કર્મચારીએ લિફ્ટમાં પરિણીતાની કરી છેડતી, મહિલા બની 'રણચંડી', ઊભી પૂંછડીએ ભાગ્યો યુવક

આજે રાજધાની એક્સપ્રેસ માં 766 માંથી 20 પોઝિટિવ મુઝફ્ફરનગર એક્સપ્રેસ માંથી 405 પ્રવાસીઓ માંથી 5 તથા ગોરખપુર એક્સપ્રેસ માંથી 408 માંથી 3 કેસ પોઝિટિવ મળી આવ્યા છે.આજે દિવસ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પર 1579 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  આ પ્રવસીઓમાંથી કેટલાક લોકો ને જરૂરી સારવાર માટે કોરોના કોવી ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સોઃ જન્મ બાદ ઈન્જેક્શન લગાવવાથી બાળકનો હાથ કાળો પડી ગયો, હાથ કાપવાનો વારો આવ્યોઆ પણ વાંચોઃ-અમદાવાદઃ ડોલર નબળો પડતા સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ

7 સપ્ટેમ્બરથી કાલુપુર રેલવે સ્ટેશન પર ટેસ્ટીગ શરૂ કરવામાં આવ્યું
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ ફેલાવતા અટકાવવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પર સોમવારથી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું સોમવારે (7 સપ્ટેમ્બર ) કુલ 1872 કેસ માંથી 33 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં સૌથી વધારે રાજધાની એક્સપ્રેસ ના મુસાફરો હતો.

મંગળવારે (8 સપ્ટેમ્બર ) 1792 માંથી 16 જ્યારે બુધવારે (9 સપ્ટેમ્બર ) 1691માંથી 31 કેસ પોઝિટિવ આવ્યા હતા. ત્રણેય દિવસ રાજધાની એક્સપ્રેસમાં સૌથી વધારે કેસ મળી આવ્યા છે.
Published by: ankit patel
First published: September 10, 2020, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading