વટામણ ચોકડી પાસે ટ્રક ડ્રાઇવરોને માર મારી રોકડ, મોબાઇલની લૂંટ સોશિયલ મીડિયામાં Video viral

News18 Gujarati
Updated: May 30, 2020, 4:48 PM IST
વટામણ ચોકડી પાસે ટ્રક ડ્રાઇવરોને માર મારી રોકડ, મોબાઇલની લૂંટ સોશિયલ મીડિયામાં Video viral
viral videoનો સ્ક્રિન ગ્રેબ

નેશનલ હાઇવે અસલામત! ટ્રક ડ્રાઇવરોનો વીડિયો વાયરલ, તપાસનો ધમધમાટ, માર મારીને લુખ્ખાઓ ફરાર થતા હાહાકાર

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં લૉકડાઉન હળવું થતાની સાથે જ હાઇવે પર ચહેલ પહેલ વધી છે. જોકે, આ તકનો લાભ લઈને લૂંટારૂઓ પણ સક્રિય થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રિના ધમધમતા તારાપુર- વટામણ હાઇવે પર વટામણ ચોકડી પાસે ટ્રકના ડ્રાઇવરોને લૂંટવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સોએ ટ્રક ડ્રાઇવરોને ઢોર માર મારી અને તેમની પાસે હતી એટલી રોકડ રકમ અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.

એક વાયરલ વીડિયોના માધ્યમથી ખૂલ્લી પડેલી ઘટનાની વિગત એવી છે કે ગત રાત્રિ દરમિયાન રાજ્યના વાસદ-બગોદરા નેશનલ હાઇવે પર ટ્રક ડ્રાઇવર કુદરતી હાજતે જવા ઉભો રહ્યો હતો. દરમિયાન તેને અજાણ્યા શખ્સોએ ઢસડી જઈને તેનું ટીશર્ટ ફાડી નાખ્યુ હતું અને ઢોર માર માર્યો હતો. તેની પાસેથી 3000 રૂપિયા રોકડની લૂંટ ચલાવી હતી. દરમિયાન તેને મારીને છોડી મૂકતા તે બહાર આવ્યો હતો અને તપાસ કરતા તેને અન્ય ડ્રાઇવરો મળ્યા હતા.

આ પણ વાંચો :   સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 4-5 જૂને વાવાઝોડાના ખતરો, હવામાનની ખાનગી સંસ્થા windyનું અનુમાન

જુદી જુદી ઘટનામાં 6 ડ્રાઇવરોને આ ગેંગે લૂંટ્યા હતા. જેમાં કોઈના 20 તો કોઈના 30 હજાર રોકડા અને મોબાઇલની લૂંટ ચલાવાઈ હતી. 6 ટ્રક ડ્રાઇવરોને લૂંટી અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. એક ડ્રાઇવરે ગળામાં સોનાનો દાગીનો પહેર્યો હતો તે પણ લૂંટી લીધો હતો.

આ પણ વાંચો :  'સરકાર હમસે ડરતી હે, પુલીસ કો આગે કરતી હે', કેવડિયામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોની અટકાયત

જોકે, આ મામલે રાજ્યના ડીજીપી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાનો અહેવાલ છે પરંતુ હાલમાં તો આ સમગ્ર ઘટના એક વાયરલ વીડિયો બનીને રહી ગઈ છે. ડ્રાઇવરોની કેફિયતના મતે વીડિયોમાંથી જાણી શકાય છે કે આ કથિત ઘટનામાં 6 ડ્રાઇવર લૂંટાયા છે અને તેમાંથી 5 ભાવનગરના અને એક ડ્રાઇવર અમરેલીનો છે.

 
First published: May 30, 2020, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading